________________
શંકા :- ગ્રન્થકારભગવંતે ગાથાનં.૨૨ અને ૨૩માં લેશ્યામાર્ગણામાં બંધસ્વામિત્વ કહ્યું છે, તે વખતે સર્વેમાર્ગણાની જેમ લેશ્યામાર્ગણામાં પણ ગુણસ્થાનક કહેવાઈ જાય છે. તો પછી અહીં ફરીથી લેશ્યામાર્ગણામાં ગુણસ્થાનક કેમ કહ્યા ?
સમાધાન :-ગ્રન્થકારભગવંતે ચોથાકર્મગ્રન્થમાં [ગાથા નં.૧૯ થી ૨૩માં] જે માર્ગણામાં જેટલા ગુણસ્થાનક કહ્યાં છે. એ જ રીતે, ત્રીજાકર્મગ્રન્થમાં પણ તે માર્ગણામાં તેટલા ગુણસ્થાનક સુધી બંધસ્વામિત્વ કહેલું હોવાથી, કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધસ્વામિત્વ કહેવાઇ જાય છે. પરંતુ કૃષ્ણાદિ-૩ લેશ્માવાળા જીવો વધુમાં વધુ ચાર ગુણઠાણાને પ્રાપ્ત કરી શકે છે. પાંચમું-છઠ્ઠું ગુણઠાણુ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે પ્રાપ્તિકાળની અપેક્ષાએ કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૧ થી ૪ ગુણઠાણા હોય છે. એવો ‘બીજો પ્રકાર” જણાવવા માટે ગ્રન્થકાર ભગવંતે અહીં [ગાથાનં.૨૪માં] કૃષ્ણાદિ૩ લેશ્યામાં ૧થી૪ ગુણઠાણા કહ્યાં છે અને તેજો વગેરે-૩ લેશ્યામાં બીજો પ્રકાર જણાવવાનો નથી પરંતુ લેશ્યાદ્વાર એક હોવાથી કૃષ્ણાદિ૩ લેશ્યાની સાથે જ બાકીની લેશ્યામાં પણ ગુણસ્થાનક કહેલાં છે.
એ પ્રમાણે, બંધસ્વામિત્વનામતૃતીયકર્મગ્રન્થ પૂ.દેવેન્દ્રસૂરિ મહારાજાવડે લખાયો છે. તેનો અભ્યાસ કરતી વખતે કર્મસ્તવનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ, કારણકે આ ગ્રન્થમાં કેટલીક માર્ગણામાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું. એમ કહેવુ હોવાથી, જો બીજોકર્મગ્રન્થ યાદ હોય, તો જ ત્રીજો કર્મગ્રન્થ ભણી શકાય છે. એટલે ગ્રન્થકાર ભગવંતે કહ્યું છે કે, “મ્મસ્થયં ોરું કર્મસ્તવને સાંભળીને (ભણીને) ત્રીજોકર્મગ્રન્થ ભણવો.
: બંધસ્વામિત્વ સમાપ્ત :
८८