________________
મિથ્યાત્વે ૯૬ કર્મપ્રકૃતિનો બંધ -
મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર પુણ્યપ્રકૃતિ હોવાથી વિશુદ્ધઅધ્યવસાયે બંધાય છે. તદ્યોગ્ય વિશુદ્ધઅધ્યવસાય સાતમીનરકના નારકીને ત્રીજે અને ચોથેગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વ અને સાસ્વાદનગુણઠાણે તદ્યોગ્ય વિશુદ્ધઅધ્યવસાય હોતો નથી. તેથી ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધાતું નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે ઉલ્માંથી મનુષ્યદ્વિક અને ઉચ્ચગોત્ર કાઢી નાંખવાથી ૯૬ પ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. આo નામ ગોત્ર અંતo કુલ | | | | | | | | | ૫ + ૯ + ૨ + ૨૬ + ૧ +૪૭ + ૧ + ૫ = ૯૬ સાસ્વાદને ૯૧ કર્મપ્રકૃતિનો બંધ :
નપુંસકચતુષ્કના બંધનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય, ત્યાં સુધી જ નપુંસકચતુષ્ક બંધાય છે. સાસ્વાદનાદિગુણઠાણે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી ત્યાં નપુંસકચતુષ્ક બંધાતુ નથી.
સાતમીનરકના નારકો પહેલગુણઠાણે જ પરભવનું તિર્યંચાયુ બાંધે છે. કારણકે બીજેગુણઠાણે તિર્યંચાયુના બંધને યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી, તિર્યંચાયુ બંધાતું નથી. અને ત્રીજે ચોથે ગુણઠાણે મનુષ્યભવને યોગ્ય મનુષ્ય પ્રાયોગ્ય) મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી વગેરે કર્મપ્રકૃતિને બાંધે છે. પણ સાતમીનરકમાંથી નીકળેલા જીવ મનુષ્ય થતો નથી. તેથી મનુષ્યાયુને બાંધતો નથી. એટલે સાતમીનારકીનો જીવ બીજા-ત્રીજા કે ચોથાગુણઠાણે આયુષ્યને બાંધી શકતો નથી. એટલે સાસ્વાદનગુણઠાણે ૯૬માંથી નપુંસકચતુષ્ક અને તિર્યંચાયુ કાઢી નાંખવાથી ૯૧ પ્રકૃતિ બંધાય છે.
૩૭.