________________
SLLO
૪૦
વે૦ મો આ૦ નામ ગોત્ર અંત૦ કુલ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૫ + ૯ + ૨ +૨૬+ ૨ +૫૦+ ૨ + ૫ =૧૦૧
મિથ્યાત્વે ૧૦૦ કર્મપ્રકૃતિનો બંધ :
તીર્થંકરનામકર્મના બંધનું કારણ સમ્યક્ત્વ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો જ તીર્થંકરનામકર્મને બાંધી શકે છે. મિથ્યાદષ્ટિ તીર્થંકરનામકર્મને બાંધી શકતા નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે ૧૦૧માંથી તીર્થંકરનામકર્મને કાઢી નાંખવાથી, ૧૦૦ પ્રકૃતિ નરકગતિમાં મિથ્યાત્વગુણઠાણે બંધાય છે.
શાળ ૬૦ વે૦ મો૦ આ૦ નામ ગોત્ર અંત૦ કુલ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૫ + ૯ + ૨ +૨૬+ ૨ +૪૯+ ૨ + ૫ =૧૦૦
સાસ્વાદને ૯૬ કર્મપ્રકૃતિનો બંધ :
નપુંસકચતુષ્કના બંધનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી જ જીવ નપુંસક, મિથ્યાત્વ, હુંડક અને છેવટ્ટાને બાંધી શકે છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવાથી ત્યાં નપુંસÉચતુષ્પ બંધાતુ નથી. એટલે ૧૦૦માંથી નપુંસકચતુષ્ક કાઢી નાંખવાથી ૯૬ પ્રકૃતિ નકગતિમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે બંધાય છે.
(૭) ગતિ-૨ (મનુ, તિ0) + પંચે૰જાતિ + શ૦૩ + ઔoઅં૦+સં૦૬+ સંસ્થાન૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨ + વિહા૦ ૨ = ૨૭ + પ્ર૦૭ (અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત, જિનનામ) ત્રસ-૧૦ + અસ્થિરષટ્ક = ૫૦
(૮) કર્મસ્તવમાં મિથ્યાત્વગુણઠાણાના અંતે નકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તેમાંથી નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક અને આતપ એ ૧૨ પ્રકૃતિ નારકો ભવસ્વભાવે જ બાંધતા નથી. તેથી તે પ્રકૃતિઓ ઓઘબંઘમાંથી કાઢી નાંખેલી હોવાથી, તે સિવાયની બાકીની નપુંસકાદિ-૪ પ્રકૃતિનો મિથ્યાત્વના અંતે બંધવિચ્છેદ થાય છે.
૩૩