________________
ઓઘે ૧૦૧ કર્મપ્રકૃતિનો બંધ -
નારકો ભવસ્વભાવે જ દેવદ્રિકાદિ-૧૯ કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. કારણકે નારકો મરીને દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. એટલે દેવભવને યોગ્ય દેવત્રિક, વૈક્રિયદ્ધિક અને નરકભવને યોગ્ય નરકત્રિકને બાંધી શકતા નથી.
આહારકદ્વિકના બંધનું કારણ અપ્રમત્તચારિત્ર છે. નારકો વધુમાં વધુ ચાર ગુણઠાણા પ્રાપ્ત કરી શકે છે. ત્યાંથી આગળ દેશવિરતિ વગેરે ગુણઠાણાને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે અપ્રમત્તચારિત્ર પ્રાપ્ત થતું નથી. તેથી તેઓ આહારકદ્ધિકને બાંધી શકતા નથી.
સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મએકેન્દ્રિયજીવોને જ હોય છે. સાધારણ નામકર્મનો ઉદય સાધારણવનસ્પતિકાયના જીવોને જ હોય છે. આપ નામકર્મનો ઉદય બાદર પર્યાપ્તા પૃથ્વીકાયને જ હોય છે. સ્થાવર અને એકેન્દ્રિયજાતિ નામકર્મનો ઉદય એકેન્દ્રિયજીવોને જ હોય છે. એટલે સૂક્ષ્માદિ-૫ પ્રકૃતિ એકેન્દ્રિયભવને યોગ્ય છે અને નારકો મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી તેથી તેઓ એકેન્દ્રિયભવને યોગ્ય સૂક્ષ્માદિ-૫ કર્મપ્રકૃતિને બાંધતા નથી. તેમજ નારકો મરીને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેઓ બેઈન્દ્રિયભવને યોગ્ય બેઈન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયભવને યોગ્ય તેઇન્દ્રિય જાતિ અને ચઉરિન્દ્રિયભવને યોગ્ય ચઉરિન્દ્રિયજાતિને બાંધતા નથી.
નારકો મરીને સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. લબ્ધિ-અપર્યાપ્તા (અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા) તિર્યંચમનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેઓ અપર્યાપ્ત નામકર્મને બાંધતા નથી.
એ રીતે, નારકો ભવસ્વભાવે જ દેવગત્યાદિ-૧૯ કર્મપ્રકૃતિને બાંધતા નથી. એટલે ૧૨૦ માંથી ૧૯ પ્રકૃતિ કાઢી નાંખવાથી ૧૦૧ કર્મપ્રકૃતિ નરકગતિમાં ઓથે બંધાય છે.
૩૨.