________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
હ બંધસ્વામિત્વનામતૃતીયકર્મગ્રન્થ
મંગલાચરણ :बंधविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गइयाइसु वुच्छं, समासओ बंधसामित्तं ॥१॥ बन्धविधानविमुक्तं, वन्दित्वा श्रीवर्द्धमानजिनचन्द्रम् । गत्यादिषु वक्ष्ये, समासतो बन्धस्वामित्वम् ॥१॥
ગાથાર્થ - કર્મબંધના પ્રકૃતિબંધ વગેરે પ્રકારોથી મૂકાયેલા, શ્રી વર્ધમાન જિનચંદ્રને વંદન કરીને, ગત્યાદિમાર્ગણામાં બંધસ્વામિત્વને સંક્ષેપથી કહીશ.
વિવેચન :- પ્રથકારભગવંત શ્રીદેવેન્દ્રસૂરિમહારાજા, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધમાંથી મુક્ત થયેલા અને અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની જિનભગવંતોમાં ચંદ્રસમાન એવા શ્રી વર્ધમાનસ્વામીને “વં”િ પદથી નમસ્કાર કરવા દ્વારા મંગલાચરણ કરી રહ્યાં છે.
ગ્રન્થકારભગવંતે ગ્રન્થની નિર્વિઘ્નતાથી સમાપ્તિ કરવાને માટે વંદ્રિય પદથી મંગલાચરણ કરીને, “ફયા વંથલમિત્ત” પદથી વિષય બતાવ્યો છે. “સમસ” પદથી પ્રયોજન બતાવ્યું છે તથા ગર્ભિતપણે સંબંધ અને અધિકારીનું પણ સૂચન કર્યું છે.
(૧) વિષય :- આ ગ્રન્થમાં ગત્યાદિમાર્ગણામાં રહેલા જીવો કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિને બાંધી શકે, એ જણાવેલું હોવાથી આ ગ્રન્થનો મુખ્ય વિષય ગત્યાદિમાર્ગણામાં “બંધસ્વામિત્વ” છે.