________________
(1) કૃષ્ણલેશ્યા (2) નિલલેશ્યા (3) કાપોતલેશ્યા (4) તેજોલેશ્યા (5) પઘલેશ્યા અને (6) શુકલલેશ્યા. લેશ્યાની સમજુતિ :
છ મુસાફરો એક જાંબુના વૃક્ષની નીચે આવ્યા. તેઓને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. એટલે એક મુસાફરે કહ્યું કે, આપણે જાંબુના વૃક્ષને તોડીને નીચે પાડી દઈએ. પછી મનગમતા જાંબુ ખાઈએ. બીજા મુસાફરે કહ્યું કે, આખા જાંબુના વૃક્ષને તોડી નાંખવાની શી જરૂર છે? તેની એક મોટી ડાળીને તોડવાથી આપણને જાંબુ મળી જશે. ત્રીજા મુસાફરે કહ્યું કે, મોટી ડાળીને પણ તોડવાની શી જરૂર છે. નાની ડાળીને તોડવાથી પણ આપણને જાંબુ મળી જશે. ચોથા મુસાફરે કહ્યું કે, મોટી કે નાની એકેય ડાળીને તોડવાની શી જરૂર છે ? તે ડાળીમાંથી જાંબુવાળા ગુચ્છાને તોડવાથી જ આપણને જાંબુ મળી જશે. પાંચમા મુસાફરે કહ્યું કે, મને તો એ વાત પણ યોગ્ય લાગતી નથી. કારણકે આપણે જાંબુ જ ખાવા છે. તો ગુચ્છામાંથી જ જાંબુ લઈ લેવા જોઈએ. છઠ્ઠા મુસાફર હ્યું કે, ગુચ્છામાંથી પણ જાંબુ લેવાની શી જરૂર છે ? આપણે જાંબુ જ ખાવા છે. તો અહીં જે નીચે તાજા જ જાંબુ ખરી પડેલા છે. તેને જ વીણીને લઈ લેવા જોઈએ.
અહીં પહેલા મુસાફરને કાજળ જેવા કાળા, લીંબડાના રસ જેવા કડવા, મરેલી ગાય જેવા દુર્ગધી, કરવત જેવા કર્કશ પુદ્ગલોથી જે હિંસક, અત્યંત ક્રૂર, નિર્દય, અતિ ક્રોધી પરિણામ ઉત્પન્ન થાય છે, તે “કૃષ્ણલેશ્યા” કહેવાય છે. બીજા મુસાફરને પોપટ જેવા લીલા, મરચા જેવા તીખા, મરેલા કૂતરા જેવા દુર્ગધી, બળદની જીભથી વધુ કર્કશ સ્પર્શવાળા લશ્યાના પુદ્ગલોથી જે માયાવી, રસ લોલુપી, ઈર્ષ્યાળુ પરિણામ ઉત્પન્ન થાય છે, તે “નીલલેશ્યા” કહેવાય છે. ત્રીજા મુસાફરને કબૂતર જેવા ભૂરા, આમળા જેવા ખાટા, મરેલા સાપ (૫) જુઓ દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩માં શ્લોક નં૦ ૨૯૯.
૨૩