________________
જેમ બંધ મકાનમાં બેઠેલો માણસ ટી.વી. દ્વારા પરદેશમાં રમાતી મેગાદિનાં દૃશ્યોને જોઈ શકે છે. તેમ મન:પર્યવજ્ઞાની મહાત્મા પોતાના સ્થાને બેઠા બેઠા મન:પર્યવજ્ઞાનદ્વારા અઢીદ્વિીપમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના વિચારને અનુસારે પરિણત મનોદ્રવ્યાકૃતિને સ્પષ્ટ જોઈ શકે છે. પણ ચિંતનીય ઘટાદિ વસ્તુને જોઈ શકતા નથી. તે ઘટાદિ વસ્તુ તો અનુમાનથી જણાય છે. (5) કેવળજ્ઞાન - સંપૂર્ણ લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયોને એકી સાથે સાક્ષાત્ આત્મા દ્વારા જાણવા, તે કેવળજ્ઞાન કહેવાય છે.
કેવલીભગવંતો એકીસાથે સર્વદ્રવ્યના, ભૂતકાલીન સર્વપર્યાયોને ભૂતરૂપે, વર્તમાનકાલીન સર્વપર્યાયોને વર્તમાનરૂપે અને ભવિષ્યમાં થનારા સર્વે પર્યાયોને ભવિષ્યરૂપે જાણે છે.
દા.ત. મ નામની વ્યક્તિ ભૂતકાળમાં તિર્યંચ હતી. વર્તમાનકાળમાં મનુષ્ય છે અને ભવિષ્યમાં દેવ થશે. એ રીતે, સર્વદ્રવ્યોના નિકાલવર્તી સર્વપર્યાયોને એકીસાથે જાણે છે.
અજ્ઞાન = કુત્સિતજ્ઞાન (સઅસહ્ના વિવેક વગરનું જ્ઞાન) (6) મન અને ઇન્દ્રિયથી વસ્તુના વિશેષ ધર્મને જણાવનારી સમ્યકત્વ
રહિત જીવની આત્મિક શક્તિને મતિ-અજ્ઞાન કહે છે. (7) શાસ્ત્રાદિના શ્રવણથી કે વાંચનથી શબ્દની સાથે અર્થની
વિચારણાવાળો બોધ કરાવનારી સમ્યકત્વ રહિત જીવની
આત્મિક શક્તિને શ્રુત-અજ્ઞાન કહે છે. (8) મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્યના વિશેષ ધર્મને
જણાવનારી સમ્યકત્વ રહિત જીવની આત્મિકશક્તિને વિભંગજ્ઞાન
કહે છે. (૮) સંયમમાર્ગણા -
મન-વચન અને કાયાથી કોઈપણ પાપ કરવું નહી, કરાવવું નહીં અને અનુમોદવું નહીં. એ ૩ X ૩ = ૯ પ્રકારે જિંદગી સુધીનું
૧૭