________________
પ્રકરણ બીજું (૨) શુદ્ધ આત્માનું આરાધન.
येयाता यांतियास्यंति, योगिन : सर्वसंपदं समाराध्यैवचिद्रूपं, शुद्धमानंदमंदिरं ।। १ ।।
“જે યોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે, પામશે, તે સર્વે શુદ્ધ અને આનંદના મંદિર સમાન જ્ઞાનસ્વરૂપ આત્માનું આરાધાન કરીને જ છે.
જેમ માટી વિના ઘડો ન બને, સૂતર વિના વસ્ત્ર ન થાય, ધાતુ વિના ઘરેણાં ન બને, લાકડાં વિના ગાડું ન થાય અને બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ન બને, તેમ બીજાં અનેક મદદગાર સાધનો હોવાં છતાં શુદ્ધ આત્માના સ્મરણ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષવૃક્ષનું બીજ છે. સંસારસમુદ્ર તરવાની તે નાવ છે. દુખરૂપ અટવીને બાળનાર અગ્નિ છે. કમથી ભય પામેલાનું રક્ષણ કરનાર કિલ્લા સમાન છે. વિકલ્યોરૂપી ધુળને ઉડાડી દેનાર વાયું છે. આત્મસ્મરણથી પાપનો વિરોધ થાય છે. મોહને જીતવાનું તે બળવાન શસ્ત્ર છે. અશુદ્ધ પરિણામરૂપ રોગનું તે અવંધ્ય ઔષધ છે અને તપ, વિદ્યા તથા ગુણોને રહેવાના ઘર સમાન છે.
શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માના ધ્યાનથી જે કાંઈ આનંદ પ્રગટે છે તેના એક અંશ જેટલો પણ આનદ આ દુનિયાના સ્વામીને પ્રાપ્ત થતો નથી. શુદ્ધ આત્માના સ્મરણથી આત્મિક સુખ થાય છે, મોહ-અંધકાર દૂર થાય છે, આવતા આશ્રવો કમને આવવાના માર્ગો રોકાય છે, દુષ્કર્મોનો નાશ થાય છે, વિશુદ્ધિ વધે છે, ભગવાનની તાત્ત્વિક આરાધના થાય છે, જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થાય છે, મનુષ્યજન્મ સફળ થાય છે, સંસારના ભયનો નાશ થાય છે, સમતા વધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org