Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 29
________________ દેવો અને વિદ્યાધરોના સ્વામીત્વનું પદ અનેક વાર મેં મેળવ્યું પણ કેવળ મારા પોતાના સ્વરૂપને હું પામી ન શક્યો. અહો ! ચાર ગતિની અંદર અનેક વાર મેં મારા શત્રુઓ ઉપર વિજય મેળવ્યો પણ મારા સદાના વિરોધી મોહશત્રુ ઉપર આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા પ્રયત્ન ન કર્યો. અહો ! મેં અનેક શાસ્ત્રો ભણ્યાં અને સાંભળ્યાં પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે તેવું એક પણ શાસ્ત્ર હું ભણ્યો નહિ કે સાંભળ્યું પણ નહિ. મેં વૃદ્ધ પુરુષોની સેવા કરી, વિદ્વાનોની મોટી સભાઓમાં હું બેઠો ત્યાં પણ મારી ભ્રમણાને લીધે શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરવા પ્રયત્ન ન કર્યો. મનુષ્ય જીવન, આદિશ, ઉત્તમ કુલ અને પ્રથમ સંહનન ઈત્યાદિ અનેક વાર હું પામ્યો પણ આત્મસ્વરૂપની જાગૃતિ કોઈ વખત ન મળી. શૌચ, સંયમ, શીયળ, અને દુષ્કર તપશ્ચર્યા ઈત્યાદિ મેં અનેક વાર કર્યા પણ તે શુદ્ધ આત્માના લક્ષવિના દુનિયામાં ઘમિષ્ટ ગણવાને માટે જ કય. એકેઢિયાદિ જીવોમાં તે તે જાતનાં અનેક શરીરો ધારણ કર્યો, પણ અજ્ઞાનપણામાં મારા શુદ્ધ આત્માનો અનુભવ મેં ન કર્યો. લોકોનો વ્યવહાર, રાજાઓની નીતિ, સંબંધીઓનાં સગપણ, દેવોનો આચાર, સ્ત્રીઓના સદાચાર, અને સાધુઓની ક્રિયાઓ એ બધું હું સમજ્યો, ક્ષેત્રના સ્વભાવો જાણ્યા, કાળની અકળ ગતિમાં પણ પ્રવેશ કરવા માથું માર્યું પણ તીવ્ર મોહના ઉદયને લઈ હું જ્ઞાન સ્વરૂપ છું! આવો દ્રઢ નિશ્ચય પહેલાં મને કોઈ વાર ન થયો. અરે ! શિયાળાના દિવસોમાં નદીને કિનારે વસ્ત્રો વિના રહો, ગ્રીષ્મઋતુમાં પહાડી પ્રદેશોના પ્રખર તાપમાં ક્યાં અને વર્ષાઋતુમાં અનેક વાર વૃક્ષોની નીચે રહ્યો પણ મારા શુદ્ધ સ્વરૂપમાં હું કોઈ પણ વખત ન રહ્યો. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103