Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

View full book text
Previous | Next

Page 59
________________ પ્રકરણ બારમું (૧૨ મું) જ્ઞાનાદિ રત્નત્રય. : રત્નત્રય દ્વિના વિદ્રપબ્ધિ ગાયતે || यथद्धिस्तपस : पुत्रा पितुर्वृष्टिर्बलाहकात् ॥ १ ॥ તપ વિના જેમ લબ્ધિઓ થતી નથી, પિતા વિના પુત્ર થતો નથી અને વાદળ વિના વૃષ્ટિ થતી નથી, તેમ રત્નત્રય-જ્ઞાન, દર્શન, ચરિત્ર વિના ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી.” જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્માની પ્રવૃત્તિ થાય તેને રત્નત્રય કહેવામાં આવે છે. આત્મા આ ત્રણ રત્ન સ્વરૂપ જ છે. તેમ જ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. આ રત્નત્રય વ્યવહારે તેમ નિશ્ચયથી એમ બે પ્રકારે છે. દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વનું જ્ઞાન કરવું તે વ્યવહાર જ્ઞાન છે. જેના સારભૂત જીવ-અજીવ બે પદાર્થો છે. તેનો વિસ્તાર તે ચૌદપૂર્વનું જ્ઞાન છે. જીવ-અજીવના મધ્યમ વિસ્તારરૂપ પુન્ય , પાપ, આશ્રવ, સંવર, બધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો બને છે. જેમાં ચેતના છે તે જીવ છે. તેનાથી વિપરીત લક્ષણ તે અજીવ છે. તેમાં જડતા છે. શુભ કર્મનાં પુદ્ગલો તે પુન્ય છે. અશુભ કર્મનાં પુદ્ગલો તે પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાની પ્રવૃત્તિ રૂપ યોગ એ હેતુથી જે આવે તે આશ્રવ છે. વિરતિથી આવતાં કર્મને અટકાવવાં તે સંવર છે. આવેલાં કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદ અન્યોઅન્ય જોડાવું તે બંધ છે. બંધાયેલા કર્મોને આત્માના પ્રદેશથી ભોગવીને જુદાં કરવા તે નિર્જરા અને આત્મપ્રદેશથી કર્મોનું નિર્જરી જવું તે મોક્ષ છે. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103