________________
હું શુદ્ધ ચિદ્રપ છું, આ વાક્યનું ચિંતન, મનન, અને તદાકારે પરિણમન કરવું તે ક્રિયા છે, પણ આ આંતરક્રિયા છે, એટલે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ આમાં જ્ઞાનની મુખ્યતા કહેવામાં આવી છે. અને બાહા આલંબનની અપેક્ષાએ આમાં નિરાલંબનતા જણાવી છે, નહિંતર હું શુદ્ધ ચિદ્રપ છું આ વાક્યનું સ્મરણ મનન તે પણ આલંબનજ છે.
અનુક્રમનો, ક્રિયાની મુખ્યતાવાળો અને આત્મ લક્ષ સાથેનો કીટિકાગતિવાળો માર્ગ સુગમ છે, એટલે દરેક જાતના જીવો આ માર્ગમાં ચાલી શકે છે, છતાં લાંબો તો છે. એટલે લાંબે કાળે પહોંચી શકાય. આ માર્ગે અનંત જીવો મોક્ષે પહોંચ્યા
જે સંસારથી ઉજિત થયેલા અને મોક્ષની રુચિવાળો જીવો હોય છે તેને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય સુગમ થઈ પડે છે. હું જ્ઞાન સ્વરૂપ છું એ વાકય લઈને તેમાં અખંડ ઉપયોગ રાખી સતત પ્રયત્ન કરી આગળ વધવાનું વિષમ કાર્ય કોઈ નિકટ ભવીનેજ પ્રાપ્ત થાય છે.
શુદ્ધ ચિદ્રપમાં લય પામનારા નિર્વિકલ્પ દશાવાળા યોગીઓને કમનો ક્ષય અને તાત્ત્વિક સુખ એકી સાથે પ્રાપ્ત થુય છે. હું શુદ્ધ ચિદ્રપ છું હું શુદ્ધ આત્મા છું સોહં, જે પરમાત્મા તે હું છું આ સ્મરણ કરવાથી બીજા રાગદ્વેષાદિ ભાવથી મુક્ત થવાય છે. તો આ ભાવના શા માટે ન કરવી? આ ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. શુદ્ધ ચિદ્રપના ચિંતનથી ક્ષણે ક્ષણે આત્મા કર્મના બંધનોથી છૂટતો જાય છે અને તે સિવાય પુદ્ગલિક વસ્તુના ચિંતનથી બંધાતો જાય છે તેમાં જરાપણ શંકા જેવું નથી.
આ આકાશી માર્ગમાં મારૂદેવાજી માતા પહેલે નંબરે આવે છે. તેમને કોઈપણ જન્મમાં ધર્મની પ્રાપ્તિ થઈ નથી. અને મરૂદેવાજીના ભાવમાંજ આયાશી
૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org