________________
છતાં પડતું ન મૂકતાં સિદ્ધ કરે છે, તેમ આટલી નિર્મળતા વાળાનો પુરુષાર્થ સફળ થાય છે, તે પ્રભુના માર્ગમાં જેટલી પ્રવૃત્તિ કરે છે તેટલી પ્રવૃત્તિ આત્માને નિર્મળ કરનારી હોય છે, કર્મોને તોડનારી હોય છે, કષાયાદિને હઠાવનારી હોય છે, અને નિવણિના માર્ગ સન્મુખની આગળ વધારનારી હોય છે. આ વખતને શુક્લપક્ષ કહે છે, આમાં આત્મચંદ્રનો પ્રકાશ પ્રકટેલો હોય છે. આજ ધર્મનો યૌવનકાળ છે. આમાં પ્રવૃત્તિ કરનારા એ ખરેખર યુવાન છે.
ઉંમરમાં વૃદ્ધ મનુષ્ય તે બાળકોના જેવા છે. તેઓ પણ આગળ વધી શકતા નથી, તેમના સાધનો- હથિયારો શરીર ઈન્દ્રિયાદિ બાળકોની માફક લાયકાત વિનાનાં થયેલાં હોય છે. બાળકોમાં લાયકાત આવી નથી. આ વૃદ્ધોમાંથી લાયકાત આવીને ચાલી ગયેલી હોય છે. વખતનો ઉપયોગ તેઓ કરી શકતા નથી.
અનુભવમાં, જ્ઞાનમાં અને વ્રતમાં જે વૃદ્ધો છે તે તો લાયકાતવાળા છે જ. તેઓના વિષય કષાયો શાંત થયેલા હોવાથી આ માગમાં ઘણી ઝડપથી ચાલી શકે છે. જેમ વિષય કષાયોની શાંતિ તેમ આ માર્ગ વધારે સુગમતા ભરેલો ગણાય છે. જેમ કમ વધારે, વિષય કષાય, વેર વિરોધ, વધારે તેમ આ માર્ગ ઘણીજ કઠિનતાવાળો મુશ્કેલી ભરેલો ગણાય છે. શુદ્ધ આત્માનુંજ લક્ષ રાખી, ઉપયોગની જાગૃતિ રાખી, અપ્રમત્તપણે અખંડ પ્રમાણે આ માર્ગમાં ચાલવું તે મોક્ષનો નજીકનો માર્ગ છે. અને વિવિધ પ્રકારની ક્રિયાવાળા શુભ માગમાં પ્રવૃત્તિ કરવી તે દૂરનો લાંબો માર્ગ છે કેમકે આત્માની વિશુદ્ધિનો અને શુભ પ્રવૃત્તિનો એ બે માર્ગ એક સરખા ફળદાયક હોઈ શકે નહિ. વિશુદ્ધિ કર્મની નિર્જરા કરે છે ત્યારે શુભ પ્રવૃત્તિ શુભ કર્મનો બંધન કરે છે. વિશુદ્ધિથી આત્મા નિર્મળ બને છે ત્યારે શુભ પ્રવૃત્તિથી શુભ કર્મનો વધારો થાય છે.
આમ સામાન્ય રીતે માર્ગ અને માર્ગમાં ચાલનારા સંબંધી વિચાર કર્યા
૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org