________________
માર્ગ પ્રાપ્ત થયો છે. પાછલા જન્મની આત્મિક કમાણીવાળા જીવો ચાલુ મનુષ્ય જીવનમાં આકાશી માર્ગ પ્રાપ્ત કરેલા ભરત મહારાજા, દઢપ્રહારી, ચિલતિપત્ર, એલાઈચીપત્ર દરેક કાળમાં થયેલા તીર્થકરો અને ગૌતમસ્વામીને પ્રતિબોધેલા પન્નરસો તાપસી આદિ અનેક જીવો છે.
આ માર્ગ વીર પુરુષોનો છે. આ માર્ગમાં વીર પુરુષો ચાલેલા છે. કાયર માણસ વીર પુરષોના વેશ પહેરી વીર પુરુષના હથિયાર બાંધે તો ઉપરથી તે એક શુભટ કે વીર પુરુષ જેવો તો દેખાશે પણ જ્યારે લડાઈમાં ખરાખરીનો ખેલ આવશે તયારે આ વીર પુરુષનો વેશ લેનાર કાયરને પ્રથમજ નાસવું પડશે. તેમ પ્રભુમાર્ગનો વેશ અને સાધનોરૂપ હથિયારો પકડનારા, વખત અને લાયકાત આવ્યા પહેલાં આ માર્ગમાં પ્રવેશ કરનારાઓ મોહરાજા સાથેના યુદ્ધમાં કોઈ ક્રોધનો ઉદય થવાથી ક્રોધને હાથે, કોઈ માનને હાથે, કોઈ માયાના પ્રપંચને હાથે કોઈ લોભને હાથે, કોઈ રાગને હાથે કોઈષ ઈષનેિ હાથે, કોઈ કામને હાથે. અને કોઈ મમત્વને હાથે માર ખાધા સિવાય નહિ રહે. દેખી તો સાધુનો વેશ અને તેના ઉપગરણો રૂપ હથિયારો પકડવા છતાં તેઓ અંદરખાનેથી હારી ગયેલા કાયર પુરુષોજ છે.
આવા જીવોએ આત્મભાનને જાગૃત કરાવે તેવા સદ્દગુરુનો આશ્રય કરી તેઓ જે સસ્તો બતાવે તે રસ્તે આજ્ઞારુચિ થઈને ચાલવું. પોતાનું ડહાપણ ન કરવું તેથી તેમની લાયકાતમાં વિદ્યારો થશે અને તે જ્ઞાની ગરુની નિશ્રાએ અને આજ્ઞામાં રહેતા હોવાથી, તેમના કહેવા પ્રમાણે જ વર્તન કરતાં તેઓની સદ્દગતિ થશે. અને અનુક્રમે જ્ઞાની પુરુષોએ સેવેલો આ મહાન પવિત્ર માર્ગ તેમના હાથમાં પણ આવશે. આ અનુક્રમવાળા કટિકા ગતિવાળા માર્ગે પ્રવૃત્તિ કરતાં એક વખત એવો પણ આવશે કે તે મહાન પુરુષોની માફક આ આકાશી વિહંગમ માર્ગ માટે પણ લાયક બનશે અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રકટ કરી શકશે.
૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org