Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 84
________________ અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પોતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું તેનું બળ ઓછું થઈ જાય છે, અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ, આત્મસત્તા સામે પોતાનું જોર વાપરી શકતું નથી. જેમ કોઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજો રાજા ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી પોતાનો બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે, અને અંદરખાનેથી તેટલાં વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકી વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે. આ દ્રષ્ટાંતે આત્માની આગળ ઉપશમ ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું તેવા પ્રસંગે મોહશત્રુ તેના પર ચડાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતનાં વ્રત, જપ, નિયમ, જ્ઞાન,ધ્યાનાદિના વ્રતો ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગદ્વેષ, મોહાદિને પ્રગટ થવાના કારણો હોતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલાં કર્મોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતરૂપ આત્મબળ, વધારે છે, આ વ્રતાદિ લેવાં તે મોહશત્રની સામે કિલ્લો બંધ કરવાં જેવાં છે. કિલ્લો બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુનો નાશ થતો નથી, તેની સામે ખુલ્લી લડાઈ તો કરવીજ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહનો ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે તેમ આ જીવ ઉપશમ ભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કમનો ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જરા કરે છે. નવા કર્મો ન બાંધવા અને જૂના સત્તાગત ઉદય આવેલ કમ સમભાવે ભોગવી લેવા તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરોબર છે. ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103