________________
આત્માનો સ્વભાવ જ્ઞાતા અને દષ્ટા છે. તે દરેક પદાર્થને જાણશે અને જોશે, તેથી કાંઈ નુકસાન જેવું નથી પણ જ્યારે આત્મા પોતાના રાગદ્વેષવાળા પરિણામે પરિણમીને પોતાના શેય પદાર્થ તરફ જુવે છે ત્યારે જેમ લોહચુંબકની શક્તિ વડે લોઢું લોહચુંબક તરફ ખેંચાઈ આવે છે તેમ આત્માના રાગદેષવાળા પરિણામરૂપ લોહચુંબક તરફ કર્મ વર્ગણાને લાયકનાં પરમાણુઓનો જથ્થો ખેંચાઈ આવે છે અને તે રાગદ્વેષ રૂ૫ ચીકાશની સાથે જોડાઈને આત્મપ્રદેશની સાથે, લોઢાની સાથે જેમ અગ્નિ, અથવા દૂધની સાથે જેમ પાણી રહે છે તેમ એકરસ થઈને આવરણવા મળરૂપે રહે છે. બીજી રીતે કહીએ તો આ રાગદ્વેષની તીવ્રતા કે મંદતાના પ્રમાણમાં ખેંચાઈ આવેલી કમની. વર્ગણાઓ બીજરૂપે સત્તામાં જમે થઈને રહે છે. અને કાળાંતરે તેમાંથી તેના ફળરૂપે સુખ દુઃખ પ્રગટ થાય
આ જ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે સરાગ ચિત્ત વડે જ્ઞાતા શેયને જાણે તો તે જીવને પરિણામે દુઃખરૂપ થાય છે. તેમાંથી દુઃખ પ્રકટે છે.
આત્મા રાગદ્વેષની લાગણી વડે શેયને જાણે એ એક જાતની આત્માની ગતિ છે. આત્મા જાણવારૂપ કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પોતાના સ્થિર સ્વરૂપમાંથી ગતિ મૂકવા રૂપ છે, છતાં આ ગતિ તે અવળી ગતિ છે, તે જાગૃતિવાળી ગતિ ન હોવાથી આત્મા કર્મના બંધનથી બધાય છે.
આત્મા વૈરાગત મન વડે અથવા રાગદ્વેષ સિવાયની લાગણી વડે પોતાના શેય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે તેને સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રવૃત્તિ તે આત્માની સવળી બાજુની છે. જેથી તે કર્મથી બંધાતો નથી પણ ઊલટો છૂટે છે. ગતિ તો પ્રથમની અને આ બને કહેવાય, છતાં પ્રથમની ગતિ અવળી છે અને આ બીજી ગતિ રાગદ્વેષ સિવાય થતી હોવાથી સવળી છે. તેથી નવીન કર્મબંધ થતો નથી, કેમકે આત્મા મધ્યસ્થ દ્રષ્ટિએ દરેક પદાર્થને જોવે છે અને
૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org