________________
મઘ્યસ્થ દ્દષ્ટિએ તત્ત્વ નિશ્ચય કરવા માટે કરાય તો બંધનનું કારણ થતું નથી, પણ મોહક પુરુષો, સ્ત્રીઓ, દેવો, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, અપ્સરાઓ, દેવીઓ, હીરા, માણેક, મોતી, રત્ન, પ્રવાલ, લાલ નીલમ, અલંકારો, સોના, રૂપા, વસ્ત્રો, કલ્પવૃક્ષો, સુંદર ભૂમિઓ, વનો, આરામો, બગીચાઓ, આરામનાં સ્થાનો, ચક્રવર્તીરાજા, બળદેવ, વાસુદેવ, માંડલિક, વિદ્યાધરો, ઔષધ્ધિ, મણિ, મંત્રાદિ અનેક વસ્તુઓ આ ચૌદ૨ાજલોકમાં ભરી છે. તે તરફ સરાગ દ્દષ્ટિ બંધનકર્તા છે. અને વીતરાગ દ્દષ્ટિથી વિચાર કરતાં બંધન છુટવામાં મદદગાર થાય છે.
વિશ્વમાં જે જે સારામાં સારી વસ્તુઓ દેખાય છે તે તે પુન્ય પ્રકૃતિનું કારણ છે. પુન્યથી તે વસ્તુ મળે છે. જેઓ તે તે વસ્તુને, અધિકારને અને સ્થિતિને પામ્યા છે તે તે વસ્તુને સર્વ જીવો પોતાની કરેલી સારી કમાણીનો જ અનુભવ કરે છે. અને વિશ્વમાં જે જે દુઃખી જીવો છે, નિર્ધન છે, વહાલાના વિયોગી છે, રોગી છે, મૂર્ખ છે, તિરસ્કારને પાત્ર છે, દાસપણું કરનારા છે અને પોતાનો નિહિ દુઃખે કરી શકે છે તે સર્વે જીવો પોતાના પૂર્વના હલકા કર્તવ્યનો બદલો અનુભવે છે. આત્મા ધારે તો આ વિશ્વનો પૂજનીક બની શકે તેમ છે. અને ખરાબ રસ્તે આત્માને દોરવે તો વિશ્વનો દાસ પણ થઈ શકે છે બન્ને બાજુ આત્માના ઘરની અને હાથની છે. આ સુખ દુઃખ સિવાયની ત્રીજી સ્થિતિ આત્મજાગૃતિની છે. પ્રથમની પુન્ય પાપની સ્થિતિમાં આત્મજાગૃતિ ભુલાયેલી હોય છે. આત્મજાગૃતિ પૂર્વક આ વિશ્વવમાં વર્તન કરવામાં આવે તો વિશ્વમાં એવો કોઈ મોહક કે દ્રવ્યવાળો પદાર્થ નથી કે તેને પરાણે વળગી પડે અને કર્મબંધન કરાવે.
ખરી રીતે નિમિત્ત કારણો આત્માની નબળાઈનો જ લાભ લે છે, જો આત્મા બળવાન અને પૂરી જાગૃતિવાળો હોય તો કોઈ પદાર્થ તેને પરાણે રાગદ્વેષ કે કર્મ વળગાડવાને સમર્થ નથી. જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગદ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જોવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે, અથલા પોતે તેમાં આસક્ત બની તેને પોતાના કરવા પ્રયત્ન કરતાં
Jain Education International
८०
For Private & Personal Use Only
www.jainelibrary.org