Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

View full book text
Previous | Next

Page 92
________________ પ્રાયે આપણને કર્મ બંધનમાં કારણ ભૂત નથી. તે આ દ્રષ્ટિએ દેખાય તેવા નથી, તેમજ તેનો લાભ અનિચ્છાએ આપણને મળે છે. જેનો પ્રત્યક્ષ સમાગમ થતો નથી, તેમજ ઈચ્છાપૂર્વક તેની જરૂરિયાત આપણને નથી એટલે તેઓની અદ્રશ્ય હયાતી આપણને નુકસાન કારક પણ નથી. દેહ વિનાના આત્માઓ તે સિદ્ધ પરમાત્માના જીવો છે. તેઓ પણ આપણને કોઈ રીતે નુકસાન કરતા નથી. હવે બાકી રહ્યા તે દેહ ધારી આત્માઓ અને પુદ્ગલો. પુદ્ગલોમાં કેટલાંક આત્માની સાથે જોડાએલાં દેહ કમદિ રૂપે છે અને કેટલાંક છૂટાં છે, તે બન્ને ય મોટે ભાગે કર્મ બંધનમાં નિમિત્ત કારણ છે. આ બને સજીવ નિર્જીવ પદાર્થમાં આત્મા તે તે આકારે રાગદ્વેષના પરિણમવાનો સંભવ છે. આવા પદાર્થો ત્રણે લોકમાં રહેલા છે. ઊર્ધ્વલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાનાં અનેક વિમાનો છે. તેમાં ઘણા દેવ અને દેવીઓ છે. તેઓની સુખ, રૂપ, વૈભવ, અને દેવી શક્તિઓનાં વર્ણનો સાંભળીને તેની અભિલાષા કરવામાં રાગદ્રષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં આત્મા વિપરીત ગતિમાં મૂકાતાં કર્મ બંધન પામે છે. તેથી આગળ બારદેવલોક, નવગ્રેવયક, પાંચ અનુત્તર વિમાન વિગેરે ઉચ્ચ કોટિના દેવોનાં અનેક વિમાનો છે અને તેમાં અનેક દેવો તથા દેવીઓ રહેલાં છે. ઈન્દ્રો અને ઈન્દ્રાણીઓ પણ અમુક દેવલોક સુધી છે. તેઓના વૈભવી જીવનો, સુંદર રૂપો, મોહકસ્થાનો, આકર્ષક અલંકારો, અચિંત્ય શક્તિઓ અને અગમ્ય ગતિઓ એનું સરાગ દષ્ટિએ જ્ઞાન મેળવતાં રાગનાં પ્રબળ નિમિત્તો થવા સંભવ છે. તેમજ વેર વિરોધનાં કારણો કોઈ જન્મનાં તેમની સાથે હોય તો ષના પણ નિમિત્તો બને છે. તેની ઉપરના ભાગમાં શાંત, પવિત્રાત્મા સિદ્ધ પરમાત્માનું સ્થાન છે. ૭૮ Jain Education International For Private & Personal Use Only, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103