________________
પ્રકરણ સતરમું (૧૭મું) જ્ઞાતા અને શેય
જ્ઞેયજ્ઞાનું સરારોળ, શ્વેતા દુઃવશન : || निश्चयाच्च विरागेण, चेतसा सुखमेव तत् ॥ १ ॥
“ સરાગ હૃદય વડે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરવું તે મનુષ્યોને દુઃખનું કા૨ણ થાય છે ”અને રાગ વિનાના મન વડે જ્ઞેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું કારણ થાય છે.
જ્ઞાતા, જ્ઞાન અને શેય એ ત્રણે એકબીજાની અપેક્ષા રાખનાર છે. શાતા એટલે જાણવાવાળો આત્મા, શેય એટલે જાણવા યોગ્ય પદાર્થો અને જ્ઞાતા તથા શેયના સંબંધ રૂપ ક્રિયા તે જ્ઞાન છે. શેયનો જ્ઞાતા કોઈ હોવો જોઈએ, અને જ્ઞાતાનું શેય પણ કોઈ હોવું જોઈએ. આત્મા જ્ઞાતા જાણનાર છે, તેનું જ્ઞેય જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે. જ્ઞાતા પોતાની શક્તિ વડે શેયને પોતાની જાણવા રૂપ સત્તામાં લે છે તે જ્ઞાન છે. જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ જોડનાર જ્ઞાન છે. જ્ઞાતાથી જ્ઞાન જુદું નથી એટલે જ્ઞાતા આત્મા અને જ્ઞેય વિશ્વના પદાર્થો એમ બે ભાગમાં વિશ્વને વહેંચવામાં આવ્યું છે. અર્થાત જડ અને ચેતન બે પદાર્થો વિશ્વમાં છે. અથવા વિશ્વ જડ ચેતન એમ બે રૂપે છે.
તે શાતા રાગવાળી લાગણીને જ્યારે પોતાના શાયનું જ્ઞાન કરે છે ત્યારે તે જીવને તેમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે, પણ જ્ઞાતા જ્યારે પોતાની રાગ વિનાની મધ્યસ્થતાવાળી લાગણીને જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરે છે તયારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org