________________
ઉત્પન્ન કરાવનાર સાધનો છે.
વિષયોનો ત્યાગ, નિર્જનસ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિતન, નિરોગી શરીર અને યોગનો વિરોધ (મન-વચન-કાયાનો વિરોધ) એ સર્વમુનિઓને મોક્ષને અર્થે ધ્યાનનાં પ્રબળ નિમિત્તો છે.
વિકલ્પો દૂર કરવા સંગત્યાગની જરૂર છે, મનુષ્યોની સોબત કાંઈને કાંઈ સ્મરણ કરાવ્યા સિવાય રહેતી નથી, એકી સાથે વળગેલા વીંછીઓ જેમ મનુષ્યોને પીડા ઉત્પન્ન કરે છે તેમ વિકલ્પો આત્માને પીડા કરનારા છે. અરે ! આ વિકલ્પો
જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી હોય ? જો બાહૃા સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે તો પછી આત્માના સંગથી ખસુખ તેણે શા માટે ન ભોગવવું? અજ્ઞાની જીવો બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે જ્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સાચું સુખ અનુભવે છે.
અહો ! જેઓ ઉણોદરી કરવાથી અને નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાન રૂપ તપ કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વંદનીય છે, અને વિદ્વાનોમાં મુખ્ય છે કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્વિકલ્પ દશા રૂપ નિર્જન સ્થાન પ્રદેશ સેવે છે. જ્ઞાન ધ્યાનમાં વિઘ્ન રૂપ ન હોય એવું નિર્જન સ્થાન તેને સત્યરૂષો અમૃત કહે છે. બાકી બીજી અમૃત માટેની વાત મને તો કવિઓની કલ્પના જ લાગે છે.
અહો ! તે મહાત્માઓને દૂન્ય છે કે જેઓ ભોંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાને કિનારે, સ્મશાનમાં, વનમાં, અને તેવાજ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશનાં અભાવે યોગીઓને મનુષ્યોનો સમાગમ થાય છે,
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org