Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

Previous | Next

Page 68
________________ વખતના અભ્યાસ પછી મન આત્મામાં આવીને લીન થઈ જાય છે, આ વખતે વિશુદ્ધિ ધણી થયેલી હોય છે અને જેમ જેમ આત્માના નિર્વિકલ્પ સ્વભાવમાં વધુ વખત રહેવાય છે તેમ તેમ વિશુદ્ધિ વધતી જાય છે. કોઈની પણ નિંદા ન કરવી. પાપી મનુષ્યોને જોઈને તેના કર્મની તેવીજ રચના છે એવો વિચાર કરવો. અથવા તેના કર્મનો જોખમદાર કે જવાબદાર તેજ છે, કરશે તે ભરશે, વાવશે તેવું લણશે, એમ વિચાર કરીને તેની નિંદા ન કરતાં ઉપેક્ષા કરવી. ગુણવાનું મનુષ્યોની સેવા કરવી, ગુણાનુરાગ કરવો. દરેક મનુષ્યોમાંથી અને દરેક વસ્તુમાંથી ગુણ જોવાની અને લેવાની ટેવ રાખવી, તત્ત્વનો નિશ્ચય કરવો લોકસંજ્ઞા (લોકો જેમ કરે તેમ કરવા રૂપ) નો ત્યાગ કરવો. આત્મશ્રદ્ધા રાખવી, જડચૈતન્યનો વિવેક કરવો. બાળક પાસેથી પણ હિતકારી વચન ગ્રહણ કરવાં. દુર્જન મનુષ્યોના ઉપર પણદ્વેષ ન કરવો. પારકી આશાનો ત્યાગ કરવો. વિષયોને પાશ સમાન લેખવવા કોઈ સ્તુતિ કરે તો ખુશી ન થવું. કોઈ નિંદા કરે તો ક્રોધ ન કરવો. ધર્મ ગુરની સેવા કરવી. તત્વ પ્રાપ્ત થાય તેની ઈચ્છા રાખવી. મનની પવિત્રતા વધારવી. આત્મ સ્થિરતા કરવી. છળપ્રપંચ ન કરવા વૈરાગ્ય ધારણ કરવો. મનનો નિગ્રહ કરવો. ભવમાં રહેલા દોષો જોવા. દેહાદિની વિકૃતિ- યા વિરૂપતાનો વિચાર કરવો. સર્વ જીવ સાથે મિત્રતા રાખવી. દુઃખી જીવો ઉપર કરુણા કરવી. અનિત્યાદિ બાર ભાવનાનો વિચાર કરવો. પરમાત્મા તરફ ભક્તિ વધારવી. એકાંતવાસ સેવવો અથવા નિર્જન પ્રદેશમાં રહી આત્મ તુલના કરવી. પ્રમાદનો વિશ્વાસ ન કરવો. આગમને મુખ્ય કરીને વર્તન રાખવું મનમાં કુવિકલ્પો આવવા ન દેવા. જ્ઞાની અને વયોવૃદ્ધ પરુષની નિશ્રામાં રહેવું આત્માનું ધ્યાન કરવું. શ્વાસોચ્છવાસે પરમાત્માનું સ્મરણ કરવું આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો અને આત્માના આનંદમાં લીન થવું આ સર્વ ઉપાયો મનની વિશુદ્ધિ વધારવા માટેના છે. ઘણી વખત બીજા જીવોના દુર્ગુણો જોઈને તેની નિંદા કે વાતોમાં આ જીવ ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103