________________
પ્રકરણ પંદરમું (૧૫મું) પરચિંતનનો ત્યાગ
कारगं कर्मबंधस्य, परद्रव्यस्याचिंतनं । स्वद्गव्यस्य विशुद्धस्य, तन्मोक्षस्वैव केवलं ॥ १ ॥
“પરદ્રવ્યનું ચિંતન કરવું તે જ કર્મબંધ થવાનું કારણ છે અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. ૧”
સજીવ અને નિર્જીવ બન્ને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંત જીવ દ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવદેવ્ય કરતાં અનંતગુણા જડ દ્રવ્યો છે. અનંત જીવદ્રવ્યમાંથી પોતાના આત્માને જુદો કરીને તેનો વિચાર કરવો, તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે, તે સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિર્જીવ દ્રવ્યો છે, તે પરદ્રવ્ય છે તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપયોગ દેવો, તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કરવાનું કહેવાય છે, તે કર્મબંધનું કારણ છે.
ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેના સ્વરૂપનો વિચાર કરી, પરિણામે દુઃખરૂપ જાણી તેનાથી પાછું હઠવા રૂપે હોય છે. બીજું ચિંતન રાદ્વેષની લાગણીથી થાય છે. આવહીં જે વાત કહેવામાં આવે છે તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે.
જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માનો સ્વભાવ જુદો છે, તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા યોગ્ય છે. બીજું ચિંતન વસ્તુત્વના
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org