Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

Previous | Next

Page 78
________________ નિર્ણય માટે કરીને તેનો નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા યોગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મદ્રવ્યો છે, તેમાંથી જ્ઞાતાદ્રષ્ટા-પણું, સુખ-દુઃખના અનુભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે, અને પોતા માટે પોતામાં જ અનુભવો થાય છે, માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પોતાના આત્મદ્રવ્યની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પોતાનામાં જ સ્થિરતા કરવાની છે, અને તે સિવાયના બીજા જીવોના ચિંતનનો તો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને મુનિરાજ આ પાંચ પરમેષ્ટિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય લેવામાં આવે છે તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ દાદરનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનનો પણ છેવટે ત્યાગ કરવો. જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશે તેમનો આત્મા જેટલો નિર્મળ થયો હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દોષદર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેનો ત્યાગ કરશે. આવા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આવો ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિM રૂપ જણાતી રાજ, વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબો, સંબંધીઓ, ઘર, જમીન, આદિ તમામ વસ્તુઓનો ત્યાગ કરાવશે. આ ત્યાગથી મોહ ઉત્પન્ન કરાવનારાં દુનિયાના બંધનમાં બાંધી રાખનારા કર્મબંધનનાં કારણો ઓછાં થશે. છતાં શરૂઆતનો આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ કરાવી બીજી વસ્તુઓનો સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે, ત્યાં માતા-પિતાને ઠેકાણે તેને ગુરુની જરૂર પડશે, ભાઈઓને ઠેકાણે ગુરુભાઈઓ ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103