Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 79
________________ સ્થાન લેશે, પુત્ર-પુત્રીઓને ઠેકાણે શિષ્યશિષ્યાઓ આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય, મઠ, ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો આવશે, તાંબાપિત્તળ સોનારૂપાનાં વાસણોને સ્થાને લાકડાનાં ઉપગરણો ગોઠવાશે, વસ્ત્રોનો રૂપાંતરે સંચય કરવો પડશે અને નોકર-ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિષ્યોનો સમુદાય હાજરી આપશે. આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે. છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે. આગળ વધવામાં મદદગાર સાધન છે. પાપ આશ્રવનાં સાધનોને ઠેકાણે પુન્ય આશ્રવનાં કારણો આ છે. અશુભને સ્થાને એ શુભ સાધનો છે. તાત્ત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળા છે એટલે મજબૂત બંધન કે પ્રતિબંધ રૂપ નથી આટલું છતાં જો પ્રથમ વૈરાગ્ય બન્યો રહે, ચાલ્યો ન ગયો હોય એટલું જ નહિ પણ તેમાં દિન-પર-દિન વધારો થતો રહ્યો હોય તો આગળ વધતાં, સૂત્ર-સિદ્ધાંત ભણતાં, ગુવાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતાં, તાત્ત્વિક ત્યાગ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે. તે પ્રકટ થાય છે, પણ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલો હોય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલો હોય તો આ પપ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્વનાં સ્થાન થઈ પડશે. સ્ત્રી, પુત્રાદિ જે બંધનનાં કારણો હતાં તેના કરતાં આ શિષ્ય-શિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે. પ્રથમનાં કમબંધનાં કારણોથી આ વિશેષ બંધનનાં કારણો થઈ પડશે, પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતો હતો, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધનો પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધ રૂપે થશે, આત્મભાન ભુલાવશે, આસક્ત બનાવશે એને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે. ૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103