Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 80
________________ પણ જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભોગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દેઢ થાય, આ શુભ બંધનોમાં પણ તે ક્યાંઈ ન બંધાયો હોય, ક્રાધ માનાદિ કષાયોને પાતળા કરી નાખ્યા હોય, અને ગુરુ કૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો તેનો વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે. હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે, અપેક્ષાએ તે બધાં મતમતાંતરોના સવળા અર્થો અને નિર્ણયો કરી શકશે, તેને મન પોતાનું અને પારકું હવે રહેશે નહિ કોઈ પોતાનું કે પારકે નથી, અથવા બધા પોતાના છે એવો દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે તે મતનો હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતર-વાળાને પણ પ્રેમ અને પૂજ્ય બુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારો માર્ગો દેખાઈ આવશે અને કોઈ પણ માર્ગે પ્રયાણ કરનારાને કાં તો તેનું નિશાન બદલાવીને અને કાં તો તેની અપેક્ષા સમાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષ ની લાગણી બંધ કરાવી શકશે. તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે, તેના સહજ વાર્તાલાપમાં પણ આત્માન ભરેલું હશે, તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પોષાતો રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે. છતાં તેનું દય નિર્લેપ જ રહેશે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું. આ નિશાન અને દયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. પહેલા જે વસ્તુની કાળી બાજુને તે જોતો હતો. હવે તેની દ્રષ્ટિ વસ્તુની બધી બાજુ જોનારી થશે. છતાં તેનું Êય ઉજજવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હોય, એવી જ લાગણી હોય, એમ માનીને પોતે પોતાના નિશાન તરફ સુરતા રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે દોષવાળી કાળી બાજુ તરફ પોતાની ઉપેક્ષા દ્રષ્ટિ રાખીને તે દોષો પોતામાં તો દાખલ થવા નહિ આપે, પણ લીંબડાને કોઈ પૂછે કે તું કડવો શા માટે ? અને આંબાને કોઈ પૂછે કે તું મીઠો શા માટે ? આના ၄၄ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103