Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

Previous | Next

Page 81
________________ ઉત્તરમાં બન્ને તરફનો એવો જ જવાબ મળે કે અમારો એવોજ સ્વભાવ છે, જેને જેની જરૂઇરયાત હોય તે તેનો સત્કાર કરે. તેમ બને વસ્તુના સ્વભાવને જાણનાર તે તરફ રાગદ્વેષ ન કરતાં પોતાના સ્વભાવમાં જ તે રહેશે. જેમ જેમ આત્મા આગળ વધતો જાય છે તેમ તેમ પરવસ્તુના ચિંતનનો ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સ્વભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિં રાગ કે નહિં દ્વેષ. પણ કેવળ મધુર શાંતિ જ હોય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેનો ઉપદેશ ઘણેભાગે અમોધ હોય છે. એકવાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીવોનાં વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનમાં ઊઠતી વૃત્તિઓનો ક્ષય થાય છે. હવે તેના મનમાં સંકલ્પો કે વિકલ્પો બિલકુલ ઊઠતા નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાનો અધિકાર નતી. તેનું મન મનાતિત વસ્તુમાં લયપામી જાય છે. આત્માના અખંડ સુખનો તે ભોકતા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવતું દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઈ શકાય છે તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનો છે. આ પર વસ્તુના ચિંતનનો ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્યતત્ત્વના જ્ઞાનથી બને છે. હે આત્મદેવ ! તમે ચિદાનંદ સ્વરૂપ છો. આ વિભાવ પયયના ચિંતનથી તમને કાંઈ લાભ નથી. તે ચિંતનમાં રાગ દ્વેષના બીજ રહેલા છે તેને પોષણ આપશો તો તેમાંથી કડવાં ફળો પેદા થશે. હે આત્મનું! જેવી રીતે તમે પર દ્રવ્યોનું નિરંતર ચિંતન કરો છો તેવી જ રીતે જો આઅત્મ દ્રવ્યનું સ્મરણ કરો તો મુક્તિ તમારા હાથમાં જ છે. લોકોને રંજન કરવા ને નિરંતર પ્રયત્ન કરો છો, તેવો પ્રયત્ન ને તમારા આત્માને માટે કરો તો મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને વૈજન કરવા તે વિભાવ પરિણામ ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103