Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 67
________________ છે. તેમ મનની વિશુદ્ધિ માટે, મનનો મેલ દૂર કરવા સારુ પરમાત્માના નામનો જાપ કરવા રૂપ કે તેમની વીતરાગ ભાવવાળી સજીવન મૂર્તિનું યા શુદ્ધ આબભાવને સૂચક પ્રતિમાજી પ્રમુખનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મનની વિશુદ્ધિ કરવામાં આવે છે. મલીનતા રૂપ કાંટો આ આલંબનના કાંટાથી કાઢવામાં આવે છે, તે મલીનતા દૂર થતાં આલંબન રૂપ કાંટાને પણ મૂકી દેવામાં આવે છે. આ આલંબનમાં મન સર્વથા શાંત થતું નથી. જાપ કરવો કે આકૃતિ સામે જોવામાં મનને રોકવું પડે છે. આટલી પણ વિભાવ દશા છે. આટલી પણ મનની પ્રવૃત્તિ રહે છે છતાં અશુભ વિચારમાં પ્રવર્તતા મન કરતાં આટલી મનની પ્રવૃત્તિ રહે છે તે ઉત્તમ છે. મનની ઘણી પ્રવૃત્તિ બંધ થયેલી છે. જેમ મંત્રવાદિ મંત્રના પદને બોલીને ધીમે ધીમે સાપ પ્રમુખના ઝેરને દૂર કરે છે, તેમ પરમાત્માના નામ સ્મરણ રૂપ મંત્રના પદો વડે મનની અશુદ્ધતારૂપ ઝેરને સાધક ધીમે ધીમે દૂર કરે છે. (ઝેર ઊતરી ગયા પછી મંત્રના શબ્દો બોલવાની જરૂર નથી) શબ્દના બળથી ઝેરનાં પરમાણુ હઠી જાય છે. અથવા રૂપાંતરમાં બદલાઈ જાય છે. જેમ અંધકારના પરમાણુઓ પ્રકાશના પરમાણુના બળથી પ્રકાશના રૂપમાં બદલાઈ જાય છે તેમ મનની અશુદ્ધિવાળાં પરમાણુઓનું પરમાત્માના નામ સ્મરણ રૂપ પ્રકાશના બળે રૂપાંતર પામી જાય છે, એટલે અશુદ્ધ કે અશુભ અધ્યવસાયમાંથી મનને પાછું હઠાવીને શુભ આલંબનમાં જોડી દેવું તે શરૂઆતમાં ઘણું સારું છે. ત્યાર પછી “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું નિરંજન છું નિરાકાર છું જ્યોતિ સ્વરૂપ છું.” આવા જાપ કે પ્રતિમાજી આદિના આલંબનને મૂકી દેવું અને એ શુદ્ધતા, કર્મ અંજન રહિતતા, નિરાકારતા કે જ્યાનિ સ્વરૂપતામાં એક રસ થઈ રહેવું. તેમાં રહેવાય તેટલીવાર રહેવું અને ન રહેવાય તો પાછું પ્રથમનું આલંબન પકડી લેવું. તેમાંથી પાછું નિર્વિકલ્પાદિના સ્વરૂપમાં આવવું. આમ થોડીવાર આલંબન લેવું અને થોડીવાર નિરાલંબન મનને રાખવું. આ પ્રમાણે કેટલાક લાંબા પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103