________________
ટૂંકા વખતમાં પ્રબળ પુરુષાર્થ કરાવીને નિર્મળ બનાવ્યા છે. ઓ સોહં, શુદ્ધાત્મા છું. વગેરેમાંથી કોઈપણ શબ્દનો અખંડ જાપ વધારવાની જરૂર છે. આ જ આત્મ સ્મરણ છે. પરમાત્માના નામને સૂચવનારો કોઈ પણ શબ્દ લ્યો, અમુક જ શબ્દ લેવો તેવો આગ્રહ કરવાનું કોઈ પણ કારણ નથી, કેમકે ભગવાનનાં-શુદ્ધ આત્માનાં હજારો નામ છે. માટે ગમે તે નામે શુદ્ધાત્માને યાદ કરો. તેનું સ્મરણ કરો. એક આંખમીંચીને ઉઘાડો તેટલો વખત કે શ્વાસોચ્છુવાસ લ્યો તેટલો વખત પણ તે સ્મરણ ભૂલો નહિં. ત્યાર પછી તે અખંડ સ્મરણ થાય છે. વગર જણે તે તરફ ઉપયોગ રાખો એટલે જપાયા કરે છે. આનું નામ પદસ્થધ્યાન છે. આ પદસ્થધ્યાન આવ્યા પછીજ રૂપસ્થ ધ્યાનથી શરૂઆત થાય છે. એ પદસ્થ ધ્યાનને છેડેજ રૂપ પ્રકટે છે, આત્મ સ્વરૂપ દેખાય છે, અને પછી તે રૂપનું ધ્યાન કરાય છે તે રૂપસ્થનું ધ્યાન કહેવાય છે અને આ રૂપસ્થ ધ્યાન તે જ રૂપાતિત ધ્યાનનું કારણ છે, માટે ભોજન કરતાં, પાણી પીતાં, સૂતાં, બેસતાં, ઊઠતાં, હાલતાં, ચાલતાં, હું શુદ્ધ આત્મા છું આ વાતને ભૂલો નહિં.
તપ કરતાં, મૌનપણું ધારણ કરતાં, વ્રતો પાળતાં, આગમ ભણતાં, પ્રભુને નમસ્કાર કરતાં મંદિર જતાં, ગાયન કરતાં, પૂજન કરતાં, યાત્રા કરતાં, અભિષેક કરતાં કોઈના સમાગમમાં આવતાં અને વાહન પર બેસીને જતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાન ચૂકશો નહિ.
ભણતાં, ભણાવતા, સેવા કરતાં, દાનાદિ દેતાં, પરોપકાર કરતાં, યમ નિયમ પાળતાં, સંયમ ધારણ કરતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનને ભૂલશો નહિ. તેથીજ મોક્ષ પમાય છે.
આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વગદિની પ્રાપ્તિ થાય છે. અને હું આત્મા છું એ જાગૃતિવાળો આત્મા કર્મની નિર્જરા કરી આતમાને ઉજ્જવળ બનાવે છે. તે સિવાયની ધાર્મિક ક્રિયાથી પુન્ય બંધાય છે.
૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org