________________
અનેક તેવાં બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહાન ઉત્સાહને પ્રકટ કરશે, માટે તેવા વિઘ્નના પ્રસંગે પૂરોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મસ્મરણ ચૂકવું નહિ.
આવાં વિઘ્નો આપણને શુદ્ધ કરવા માટે આવે છે. આપણી અંદર છુપાયેલી-સૂતી પડેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. વિઘ્નની સામે બળ વાપરવાથી સત્તામાં રહેલી વિશેષ શક્તિ બાહાર આવે છે. જેમ વિઘ્ન મોટું તેમ તેને જીતવા પુરુષાર્થ વધારે કરવો પડે છે અને જેમ પુરુષાર્થ કરાય છે તેમ સત્તામાં રહેલી શક્તિ બહાર આવે છે અને તેટલો જ આત્મા શુદ્ધ થાય છે તથા આગળ વધે છે. માટે વિઘ્નથી નિરુત્સાહી ન થતા તે વખતે બમણા જોરતી પરુષાર્થ કરવો.
રાગદિક પાપ પ્રકૃતિના ઉદય રૂપ છે, તે ભોગવ્યાથી ઓછા થાય છે, તે સાથે આત્મ જાગૃતિ વધારવામાં આવે તો જે વિપાકે ભોગવાય છે તેના કરતાં આત્મ શુદ્ધિથી, આત્મ ઉપયોગની તીવ્ર જાગૃતિથી પ્રદેશ દ્વારા ઘણી સહેલાઈથી અને ટૂંકા વખતમાં તે કર્મો ઓછાં કરી શકાય છે.
શાસ્ત્રોમાં કે પરંપરા દ્વારા એમ સંભળાય છે કે પ્રભુ મહાવીરને જેટલાં કર્મો છેલ્લા ભવમાં હતા, તેટલાં તેવીશ તીર્થંકરોનાં ભેગાં મળીને હતાં, છતાં રીષભદેવ ભગવાનને એક હજાર વર્ષ કર્મ ખપાવતાં લાગ્યાં, બીજા તીર્થંકરોને થોડો, ઝાઝો પણ વખત લાગ્યો, ત્યારે મહાવીર પ્રભુએ તે સર્વ કર્મો સાડાબાર વર્ષમાં બાળીને ભસ્મ કરી નાખી કેવળજ્ઞાન પ્રકટ કર્યું. આનું કારણ એજ છે કે પ્રભુ મહાવીરે પ્રબળ પરુષાર્થ અને અખંડ જાગૃતિ રાખી, તેથી ટૂંકા વખતમાં કર્મોનો નાશ કર્યો. કેટલાક નિકાચિત કર્મો વિપાકે ભોગવ્યા અને કેટલાંક સોપક્રમિક કર્મો આત્માની નિર્મળતાએ પ્રદેશે ભોગવ્યાં. કહેવાનો આશય એ છે કે આવાં પ્રબળ અને ઘોર કર્મના ઉદય વખતે પણ તે મહાન પુરુષો પોતાના ચિદ્રપનું સ્મરણ ભૂલતા કે મૂકતા નહિં. ખરું કહો તો આવાં વિઘ્નોએ જ તેમને
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org