________________
દૂરોગી માણસને મળ શુદ્ધિ કર્યા વિના શરીરની પુષ્ટિ કરનારું રસાયણ પણ કાંઈ ઉપયોગી થતું નથી, તેમ મન શુદ્ધિ કર્યા વિના આત્મજ્ઞાન ફાયદો આપતું નથી, રોગીને પ્રથમ વૈદ્ય લોકો જુલાબ આપી તેનો કોઠો સાફ કરે છે પછી દવા કે રસાયણ જે આપે છે તે તેને ફાયદાકારક થાય છે. તેમ જ્ઞાની ગરુઓ રૂપ વૈદ્યો પ્રથમ મનને શુદ્ધ કરવા શુભ કાર્યમાં મનને અખંડ પ્રવૃત્તિ કરાવવા રૂપ જુલાબ આપી, અશુભ વિચારો અને વર્તનો બંધ કરાવે છે, તે પછી આત્માનું ધ્યાન કરવા રૂપ રસાયણ આપે છે તે સિવાય કરાયેલી મહેનત આત્મ સ્વરૂપ પ્રકટ કરાવનારી થતી નથી.
જેમ પાણીના પ્રવાહને અટકાવવા આડી મજબૂત પાળ બાંધવારૂપ બંધ નાખવામાં આવે છે તેથી પાણી રોકાઈ રહે છે, છતાં તે રોકાયેલા પાણીને બીજી બાજુ વાળવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તે પાણી પાળને તોડી નાખશે. અથવા પાળ ઉપર થઈને ચાલ્યું જશે, તેમ મનથી કોઈ પણ અશુભ વિકલ્પ ન કરવા રૂપ નિશ્વય કરવામાં આવે તેથી તે નિશ્ચયની પાળ આગળ અશુભ વિકલ્પો અટકશે, છતાં તે મનને બીજે રસ્તે જોડવામાં ન આવે તો છેવટે મન તેના સ્વભાવ પ્રમાણે પોતાના નિશ્ચયને તોડી નાખશે. માટે મનને સારા વિચારો કરવા તરફ વાળવું જોઈએ. સારા વિચારો કે જાપ કરવા તરફ વળેલો મનનો પ્રવાહ અશુભ માર્ગ તરફ વહન નહિ થાય અને અશુભ વિચારો ન કરવાના નિશ્ચયવાળો પાળનો બંધ પજબુત બન્યો રહેશે. આ વિચાર પ્રમાણે મનને શુભ માર્ગમાં જોડવાથી અશુભ વિચારોને અટકાવવાની જરૂર પણ રહેશે નહિ. અર્થાત્ શુભ વિચારો કરવા આડે તેને ફુરસદ નહિં મળે, તેથી અશુભ વિચારો કરતું મન સ્વાભાવિકજ બંધ થશે.
જેમ કાંટો કાંટાને કાઢે છે તેમ શુભ વિચારો અશુભ વિચારોને હઠાવે છે. કાંટો કાઢવા માટે સોય કે શૂળ રૂપ બીજો કાંટો પગમાં નાખવો પડે છે. આ કાંટો પ્રથમના કાંટાને કાઢી નાખે છે, કાંટો નીકળ્યા પછી તે બન્નેને દૂર કરવામાં આવે
૫૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org