Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 60
________________ જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, કાળ વેળાએ ન ભણવું. વિનયપૂર્વક જ્ઞાન શીખવું. બહુમાનપૂર્વક ભણવું, ઉપધાન અને યોગ વહનની તપશ્ચર્યા કરીને જ્ઞાન શીખવું. જ્ઞાન આપનાર ગુફને ઓળવવા નહિં તેનો ઉપકાર ન ભૂલવો. અક્ષરો, કાનો, માત્ર, બિન્દુ પડયા ન રહે તેમ શીખવું, અર્થ સાથે ભણવું. જે ભણવામાં આવે તેનો અર્થ બરોબર સમજવો-યા-ધારી રાખવો. અક્ષર અને અર્થ બન્નેનું જ્ઞાન મેળવવું. આ સર્વ વ્યવહાર જ્ઞાન છે. તેનાથી સર્વ તત્ત્વોનું જ્ઞાન : થાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન કરવું તે નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્માથી જ્ઞાન જુદું નથી. છતાં સ્વભાવનું જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે ત્યારે વિભાવનું જ્ઞાન, આત્મજાગૃતિ ન હોય તો ભાન ભુલાવી રાગ દ્વેષ કરાવી નવીન કર્મ બંધ કરાવે છે. માટે સ્વભાવમાં આવવા માટે વિભાવ જ્ઞાનને જાણવાની જરૂર છે. કેમકે વિભાવથી સ્વભાવને જુદો કરવા માટે તેના પ્રતિપક્ષીને જાણવાની જરૂર રહે છે. તે જાણ્યા પછી સ્વભાવમાં સ્થિરતા કરવાનું કાર્ય ચાલુ રાખવાનું છે. આ જ્ઞાન ઉત્તમ છે. કર્મ રેણુને ઉડાવનાર પવન સમાન છે અને મોક્ષનું હેતુ છે. મોહના અભાવથી પોતાના આત્મતત્ત્વનો અનુભવ થાય છે. બાલા અત્યંતર સંગથી મુક્ત થયેલ આ પરમ જ્ઞાન છે. જીવઅજીવ આદિ નવ તત્ત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દર્શનના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયક એવા ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમક્તિ મોહનીય મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ સાત પ્રકૃત્તિના ઉપશમ સમ્યકત્વ કહેવાય છે અને સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયક સમ્યકત્વ યાને દર્શન કહેવામાં આવે છે. જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરહાણું આવે, તેમાં તીવ્ર કર્મોનો રસ પડે તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. આ વિચાર કે વર્તન ક્રાધથી, માનથી, ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103