Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

Previous | Next

Page 63
________________ ઉપશમના વિશેષ બળને લીધે આત્મજાગૃતિમાં વધારો થતો રહે છે. આ આત્મજાગૃતિના બળે છેવટે તે શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલોનો નાશ કરવામાં આવે છે. એટલે ાયફદર્શન પ્રકટે છે. આ વખતે આવેલું પાછું ન જાય- પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુઝાય તેવું આત્મદર્શન થાય છે. તેને લઈને એ સાધકના આનંદનો પાર રહેતો નથી. હવેથી તે પોતાના આત્માના કાયમ દર્શન કરે છે. માટેજ તેને લાયક દર્શન કહે છે. ઉપશમમાં અને ક્ષયોપશમમાં પણ આત્મદર્શન તો હોય છે પણ તે અખંડ નથી, તેમ શુદ્ધ પણ નથી, ઉપશમમાં આત્મદર્શન વધારે શુદ્ધ થાય છે, પણ તેની સ્થિરતા ઓછી થતાં પાછો પડદો તેની આગળ આવી પડે છે. ક્ષયોપશમાં ઝાંખી વિશુદ્ધિ હોય છે. પરિણામની ધારામાં ફેરફાર થતાં તેની આડે પણ વિશષ ઝાંખો પડદો આવી રહે છે. આ સ્થળે દર્શનમોહનીય કર્મના ઉપશમ કે ક્ષયને લઈને જેટલો આત્મા ઉજ્જવળ બન્યો છે, જેટલાં કર્મો આત્મા ઉપરથી ઓછાં થયાં છે, તેટલો આત્મગુણ પ્રકટયો છે. આ આત્મગુણને દર્શન કહેવામાં આવે છે. તે નિશ્ચય સમ્યગુદર્શન છે. પાપવાળા વ્યાપારોની નિવૃત્તિ કરવી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહારચરિત્ર કહે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ મૂળ ગુણ અને કર્મકાંડ તે ઉત્તર ગુણ, આ બન્ને મૂળ ઉત્તર ગુણોનું મોક્ષને અર્થે પાલન કરાય તે ચારિત્ર છે. પ્રથમનાં જ્ઞાન અને દર્શન સાથે હોય તોજ આ ચારિત્ર કર્મક્ષય કરવામાં પરંપરા ઉપયોગી છે. તે સિવાય શુભવર્તન હોવાથી પુન્ય બંધનું કારણ થાય છે. જ્યાં જ્યાં શુભ ઉપયોગ અને શુભ પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં વ્યવહાર ચારિત્ર છે અને તે પુન્ય બંધનું કારણ છે. પરંપરા એ મોક્ષનું કારણ થાય છે. ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103