Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 61
________________ માયાકપટથી અને લોભથી એમ ચાર પ્રકારે થાય છે. મનુષ્યોના દરેક વિચાર કે વર્તનમાં પ્રાયે કરી ક્રોધ, માન, માયા અને લોભ તો હોય છે જ, પણ તે સર્વમાં કિાંઈ અનંતો રસ પડતો નથી, છતાં આત્મ સન્મુખ થવા રૂપ આત્મદ્રષ્ટિ જ્યાં સુધી જાગૃત ન થઈ હોય ત્યાં સુધી સત્તામાં તેનાં બીજ હોય છે, એટલે તે જીવની આ દેહ દષ્ટિથી કે પુદ્ગલાનંદીપણાથી તે બીજને પોષણ મળ્યા કરે છે. મિથ્યાત્વનાં પુદ્ગલો શોધેલાં હોવાથી ઊજળાં થયેલાં હોય તે સમ્યકત્વ મોહનીય છે. અડધાં શુદ્ધ અને અડધાં અશુદ્ધ એવાં મિશ્ર મિથ્યાત્વનાં પુદ્ગલો મિશ્ર મોહનીય કહે છે. અને સર્વથા અશુદ્ધ મિથ્યાત્વનાં પુદ્ગલો તે મિથ્યાત્વ મોહનીય છે મિથ્યાત્વ મોહનીય એ કર્મોનું બીજ છે, અથવા મૂળ છે. ડાળાં, પાંખડાં કાપી નાખવાં છતાં જો મૂળ સાજું હોયતો પાછું ઝાડ નવપલ્લવિત થાય છે, તેમ જો આ મિથ્યાત્વનું મૂળ કાયમ હોય તો સંસારવૃક્ષ નવપલ્લવિતજ રહે છે. તેવા જીવોને ભવમાં લાગે છે. પુદ્ગલોમાં જ સુખ દેખાય છે. આત્મામાં પ્રેમ થતો નથી, તેના સુખમાં શાંતિ દેખાતી નથી. અરે ! તે આત્માનું નામ પણ તેને ગમતું નથી. આવા જીવોને મિથ્યાત્વી કહેવામાં આવે છે. કેમકે પાંચ ઈન્દ્રિયના કે વિશ્વના મિથ્યા સુખમાં તેને પ્રીતિ હોય છે. મિથ્યાત્વનાં અરધાં અશુદ્ધ પુદ્ગલવાળો જીવ તેના કરતાં સારો છે. તેને મનમાં મધ્યસ્થતા હોય છે. તેની સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ તો નથી છતાં તેના ઉપર દ્વેષ કે ખેદ પણ નથી. એ પણ ઠીક છે અને આ પણ ઠીક છે. એવી માન્યતા હોય છે. એમ છતાં મિથ્યાત્વનાં પુદ્ગલોનું વદન હોવાથી તેને પડતાં વાર લાગતી નથી, તેમ જ નિમિત્ત સારું મળી આવે તો તે આગળ પણ વધી શકે છે અને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. મિથ્યાત્વના ઉજ્જવળ પુદ્ગલવાળો તેના કરતાં સારો છે. વસ્તુગતે વસ્તુને તે જોઈ શકતો નથી પણ તેની તે નજીક છે. પારદર્શક પુગલોના આંતરાની ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103