________________
છે પણ પોતાના ચિદાત્માનો વિજય મેળવનારા કોઈ વિરલ આત્મા દેખાય છે કેમકે બાહ્ય વિજયથી આત્મા પર છે. પાણીને, અગ્નિને, રોગને, હાથીઓને, સપને, ચોરને, શત્રુને અને વિદ્યાધરોને સ્તંભન કરવાની શક્તિવાળા ઘણા જીવો મળી આવશે, પણ ઉન્માર્ગે ચાલનારા પોતાના મનને તંભન કરનારા કોઈ વિરલાજ જીવો મળી આવે છે, કારણકે આત્માને સ્થિર કરવાનો માર્ગ તેનાથી જુદો છે.
શાંત જિંદગી ગુજારનારા, મહાવ્રતો પાળનારા, ઉપસર્ગના પ્રસંગમાં વૈયા રાખનારા, ગંભીરતા ધરનારા, એવા પણ અનેક જીવો મળી આવવા સુલભ છે, પણ આત્મસ્વરૂપમાં લીન થનારા જીવો કોઈક જ હોય છે, કેમકે આ માર્ગ જ ઉપાધિ વિનાનો છે.
એકેન્દ્રિયાદિ સંજ્ઞાવાળા. પૂર્ણપયપ્તિ કરનારા અનંત જીવો છે. પણ તેમાં શુદ્ધ આત્મગુણની પૂર્ણતા કરનારો કોઈ જીવ નથી. પાચ ઈન્દ્રિયવાળા સંશી. આસન્ન ભવ્યતાવાળા, મનુષ્ય જન્મ પામેલા ઉત્તમ વ્રતધારી, શુદ્ધ ચિદ્રપમાં લીન થનારા જીવો મનુષ્યલોકની બહાર અસંખ્યતા દ્વીપ સમુદ્રમાં કોઈ પણ નથી. અઘોલોકથી ઓળખાતા નીચલા ભાગમાં અને ઊર્ધ્વલોકથી જણાવતા ઉપરના ભાગમાં પણ તેવા કોઈ નથી. મનુષ્યલોકમાં પણ જે જીવ ઉત્પન્ન થાય છે, તેમાં અકર્મભૂમિમાં તથા મ્લેચ્છ ખંડવાળી ભોગભૂમિમાં પણ પ્રાયે તેવો કોઈ જીવ હોતો નથી. આયખંડમાં ઉત્પન્ન થયેલા જીવોમાં પણ કોઈ વિરલાજ જીવો આત્મજ્ઞાનમાં લીન થનારા હોય છે.
- આ ક્ષેત્રમાં અત્યારે ઘણા થોડા જીવો જ આત્માના માર્ગે ચાલનારા છે. તેમાં પણ સમ્ય-દર્શનવાળા, અણવ્રતધારી, મહાવ્રત ધારણ કરનારા, ધીર પુરુષો તો અત્યંત દુર્લભ છે. તેમાં પણ તત્ત્વવેત્તા અને તેમાં પણ આત્મામા રક્ત-લીન થયેલા જીવો તો અત્યંત દુર્લભ છે. આ અવસપિણિ કાળમાં, વ્રતધારી, જ્ઞાનમાં
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org