________________
પ્રકરણ અગિયારમું (૧૧ મું) આત્મઉપાસકોની દુર્લભતા
प्रतिक्षणं प्रकुर्वति, चिंतनं परवस्तुन : સર્વે વ્યામોદિતા નીવા : કા ઢોર વિદ્વાત્મન : || 9 ||
મોહમાં ફસાયેલા સર્વે જીવો દરેક ક્ષણે પરવસ્તુનું ચિંતન કરે છે. કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશ”.
જગતના જીવોનો મોટો ભાગ રાત્રી અને દિવસ અનેક પ્રકારના પ્રયત્નમાં લાગી રહેલો છે. નાનામાં નાના જંતુ, ખનિજ અને વનસ્પતિ આદિના જીવો અને પશુ-પક્ષી-મનુષ્યાદિ પણ કોઈ ને કોઈ વ્યાપારમાં-પ્રવૃત્તિમાં લાગી ગયેલા જણાય છે, તે તે જીવોના હાલવા ચાલવામાં, બોલવામાં, અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જો બારીક નજરથી જોવામાં આવે તો ખાતરી થશે કે તેની આ સર્વ પ્રવૃત્તિ પર વસ્તુ મેળવવાની, સંગ્રહ કરવાની, કે રક્ષણ કરવાની જ હોય છે. નાના બાળક-બાળકીઓથી લઈ મોટા ગણાતા રાજા-મહારાજા અને મહારાણીઓની પણ પ્રવૃત્તિ તપાસવામાં આવે તો ખાવા-પીવામાં મોજ મજામાં, પહેરવા-ઓઢવામાં, અને પરવસ્તુના સંગ્રહ તરફ જ હોય છે. આત્મા તરફ પ્રવૃત્તિ કરનારા તો કોઈ વિરલ જીવ જ જણાઈ આવશે.
ધનનો ત્યાગ કરનારા, ભગવાનના નામે મંદિરો બંધાવનારા મહોત્સવો કરનારા, દાન દેનારા અને પરોપકાર કરનારા અનેક જીવો મળી આવવા સુલભ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવા તરફ પુરુષાર્થ કરનારા કોઈક જીવો જ મળી આવશે, કેમકે એમની પ્રવૃત્તિ બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની છે. પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી.
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org