Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 56
________________ યમ નિયમ પાળનારા, વ્રત ધારણ કરનારા, ઘોર તપશ્ચર્યા કરનારા, પ્રભુનું પૂજન, અર્ચન, નમન કરનારા, વ્યસનોનો ત્યાગ કરનારા, તીર્થયાત્રામાં પર્યટન કરનાર, પરિષહોસહન કરનારા, રૂપવાન, બળવાન, ધનવાન, લાવણ્યતાવાળા, પુત્રાદિ સંતતિવાળા ઘણા જીવો જગતમાં મળી આવવા સંભવિત છે. પણ, રાગદ્વેષ મોહનો ત્યાગ કરીને આત્મતત્ત્વમાં લીન થયેલા જીવો મળવા મહાન દુર્લભ છે, કેમકે ઉપર બતાવેલી સર્વ પ્રવૃત્તિનો મોટો ભાગ દેહથી કરવા યોગ્ય કાર્યનો છે અને આત્મા તો દેહથી પર છે. ધર્મશ્રવણ કરનારા, ઈન્દ્રિયોને દમવાવાળા, મૌનપણું ધારણ કરનારા જ્યગુણને જાણનારા, મનુષ્યોની સોબતથી દૂર રહેનારા અને પંડિતતા ધારણ કરનારા ઘણા જીવો વિશ્વમાં મળી શકશે, પણ આત્મતત્ત્વના અનુભવી જીવો મળવા મુશ્કેલ છે, કેમકે આત્મતત્ત્વ એ સર્વથી પર રહેલું છે. જ્યોતિષવિદ્યામાં પારગામી, વૈદકશાસ્ત્રના પાકા પરિચયવાળા, પુરાણોમાં પ્રવિણ, વાસ્તુશાસ્માં નિપુણ, અને સંગીતાદિમાં નિષ્ણાંત વિદ્વાનો વિશ્વમાં મળવા સુલભ છે, પણ આત્મતત્ત્વમાં પ્રવીણ જીવો મળવા દુર્લભ છે, કેમકે એ બાહ્યકળાઓ અને વિદ્યાઓથી આત્મા પેલી તરફ રહેલો છે. અર્થાત્ એ શાસ્ત્રોના જ્ઞાનથી આત્મા પામી શકાતો નથી. જળમાં તરનારાઓ, જુગારમાં જીતનારાઓ, વનમાં રહેનારાઓ, યુદ્ધમાં વિજય મેળવનારાઓ, હૃદયદ્રાવક ગાયન કરનારાઓ અને સ્ત્રીઓ સાથે ક્રીડા કરનારાઓ ઘણા જીવો જોવામાં આવે છે, પણ આત્મામાં આનંદ કરનારા જીવો કોઈક ભાગ્યે જ દેખાય છે, કેમકે શારીરિક પ્રવૃત્તિથી આત્મા પેલી તરફ છે. સિંહોને વશ કરનારા, સર્પોને પકડનારા, હાથીઓને સ્વાધિન કરનારા, વાધને ત્રાસ દેનારા અને શત્રુઓ ઉપર વિજય મેળવનારા ઘણા જીવો મળી આવે ૪૨ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103