________________
ભાષા વિના વ્યવહાર થતો નથી એટલે વ્યવહારને ખાતર આ મારું છે કે મારાં છે. એમ બોલવું પડે, તેમાં આત્મ જાગૃતિ રાખીને મારા, તારાદિ શબ્દોનો વ્યવહાર કરવો પડે, તેમાં અડચણ નથી. પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારું કરતાં નવીન કર્મ બંધ થાય છે તે અટકાવવાની જરૂર છે.
é હું અને મને મારું આ મોહ રાજાનો મંત્ર છે, અને તેણે જગતને દેખાતી આંખે આધળું કરી દીધું છે, તેને જીતવા માટે નાર્દન મ. હું કોઈનો નથી. અને મારું કાંઈ નથી, આ મંત્રનો જાપ જ્ઞાનીઓએ બતાવેલો છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બંધાય છે અને હું કોઈનો નથી અને મારું કોઈ નથી આ વિચાર વડે જીવ બંધનથી મુકાય છે.
મમતાનો ત્યાગ કરવાના વિચારો કરવા, આત્માનું ધ્યાન કરવું વ્રતો પાળવાં, બ્રહ્મચર્ય ધારણ કરવું અને ઈન્દ્રિયોનો વિરોધ કરવો એવા બીજા પણ કાય નિમમતામાં વધારો કરનારા છે.
જે મહાત્માઓ અચળ મોક્ષપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિમમતાનો આશ્રય લઈને જ. જેમ લીલો ચીકાશવાળો માટીનો પિંડો ભીંત ઉપર નાખતાં તે ભીંતની સાથે ચોંટી જાય છે અને સૂકો ચીકાશ વિનાનો માટીનો પિંડો તે જ ભીંત સામે ફેંકતા પછડાઈને ભાંગીને ચોંટયા વિના ભૂકો થઈ નીચે પડી જાય છે. આ જ દૃષ્ટાંતે જ્યાં સુધી જીવને કોઈ પણ પદાર્થમાં મારાપણા રૂપ મમતાની ચીકાશ અને ઢીલાશ હોય છે ત્યાં સુધી રાગદ્વેષમાં તે લેપાવાનોજ. કમ સાથે ચોંટવાનો જ. આ મારા પણાની મમતાવાળી ચીકાશ ગઈ કે પછી તેને કર્મ કોઈપણ ચોંટવાના નહિ. મમતા મૂકી દેવાથી તપ થાય છે, મમતા જવાથી વ્રતો પાળી શકાય છે, અને ઉત્તમોત્તમ ધર્મ પણ નિર્મમતાથી પ્રાપ્ત થાય છે. નિમમતા લાવવા માટે કલેશ સહન કરવો પડતો નથી, બીજા પાસે યાચના કરવી
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org