________________
લાગણીઓમાંથી જ રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. ઊંઘતા ઊંઘતા ચાલવાનો આ રસ્તો છે. આખા વિશ્વનો મોટો ભાગ આ માર્ગે પ્રયાણ કરી રહ્યો છે, પણ ચોક્કસ રીતે હું કહું છું કે આ ભુલાયેલો અને દુઃખનો જ માર્ગ છે.
જે જાગૃત થયેલા મનુષ્યો દરેક ક્ષણે અહંકાર વિનાની સ્થિતિમાં રહે છે, તેઓ સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ અદ્વૈત માર્ગે થઈને પોતાના શુદ્ધ ચિપને પામે છે એમાં જરા પણ સંશય નથી. તેઓ એમ વિચાર કરે છે કે, દેહ હું નથી, કર્મો હું નથી. મન હું નથી, વચન હું નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રીય નથી, હું વૈશ્ય નથી, હું શુદ્ધ નથી, હું જાડો નથી, હું પાતળો નથી, નિર્ધન નથી, ધનવાનું નથી, રાજા નથી, રાંક નથી, ગૌર નથી, શ્યામ નથી, પંડિત નથી, મૂર્ખ નથી પણ જ્ઞાનસ્વરૂપ છું. ઉપર જણાવેલા ભાગોમાં હુંપણું ન માનવાનું કારણ એ છે કે તેમાં કોઈ દેહના ધર્મો છે, કોઈ મનના ધર્મો છે, કોઈ જાતિના ધર્મો છે, અને કોઈ આત્માથી જુદી જડ માયાની ઉપાધિઓ છે. પણ તેમાં આત્માનો ધર્મ કોઈ નથી. આત્મા અને જડના વિભાગને સમજનાર ભેદજ્ઞાની, પર વસ્તુમાં પોતાપણાનો આરોપ કે માન્યતા કરેજ નહિ, પર વસ્તુમાં પોતાપણાની માન્યતા એ જ અજ્ઞાન અને એ જ અભિમાન છે. કર્મનાં બંધનો વધારવાનો અને મજબુત કરવાનો આ માર્ગ છે. અભિમાન વિનાનું ચિંતન કરવું, આત્મસ્વરૂપને વારંવાર યાદ કરવું તે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિનું પરમ કારણ છે. જે જીવો મોહને લઈ પર વસ્તુમાં મારાપણા રૂપ મમત્વ કરે છે તેઓને સ્વપ્ન પણ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી.
આ શુભાશુભ ક મારાં છે, શરીર મારુ છે, માતાપિતા ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, ઈત્યાદિ કુટુંબીઓ મારાં છે. આ દેશ, નગર, ગામ, જમીન, ઘર, હાટ, મંદિર, મહેલ, હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઉંટ, બળદ, નોકર, ચાકર, દાસ, દાસી, ઈત્યાદિ મારાં છે. તે સર્વ મમત્વભાવને સૂચવે છે.
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org