________________
મોહ છે, એ મોહને જીતવાનો ઉપાય એ છે કે તે હું નથી અને મારાં તે નથી. હું શુદ્ધ આત્મા છું. આવું વારંવાર ચિંતવવું અને તેના દ્ઢ સંસ્કાર મન ઉપર પાડવા.
હે આત્મન્ ! તું તારી પોતાની ચિંતા કર, બીજાની ચિંતા કરવાનું મૂકી દે. ચિંતા કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. બીજાના સુખ-દુઃખમાં તુ વધારો કે ધટાડો કરી શકે તેમ નથી. જે મનુષ્ય જેને પરિણામે જે સરે જે જે કર્મ બાંધ્યાં છે, તો તે કર્મ તેવા તેવા રસે અને પરિણામે તેને ભોગવ્યા સિવાય છૂટકો નથી. કાળ, કાળનું કામ કરે છે, દિવસ આવે છે, રાત્રી આવે છે, ઋતુઓ નિયમિત આવ્યા કરે છે, શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી વષઋિતુ, એમ કાળનું યંત્ર વ્યવસ્થાસર આ વિશ્વમાં ચાલ્યા કરે છે, તેમ કર્મનું ચક પણ કોઈનો પક્ષપાત કર્યા વિના રાજાને અને રંકને, ઈન્દ્રને અને વિષ્ટના કીડાને તેના યોગ્ય કર્તાવ્યનો બદલો આપ્યા જ કરે છે. આમાં પક્ષપાત ચાલતો નથી. સપારસ કામ આવતી નથી, લાંચ રુશવત આપી શકાતી નથી, ગરીબ અને ધનાઢયોનો ન્યાય, ન્યાયને એક છાબડે જ તોળાય છે. પોતાનો ઉદ્ધાર કે વિનાશ એ પોતાનાં સારાં ખોટાં કમથીજ થાય છે. જેમ કાળ કાળનું કામ કરે છે તેમ કમ કમનું કામ કરે છે પોતાને કે પરને, ઉત્તમ કે અધમ જે જે સુખ-દુઃખ મળે છે તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મ જ આપે છે. તે છતાં ભાન ભૂલીને આણે મને દુખ આપ્યું અને આણે મને સુખ આપ્યું. આને હું સુખી કરીશ અને આને હું દુખી કરીશ, આવું ચિંતન કરવું કે માનવું તે મોહનો જ પ્રભાવ છે. ઓ આત્મદેવ! પારકી ચિંતા મૂકી દે. ખરા શત્રુને શોધી કાઢ, ખરા ગુનેગારને પકડ અને તેને શિક્ષા કર. તારી ભૂલ તું જ સુધાર. ખરો ગુનોગાર તુ પોતે જ છે. આત્મભાન ભૂલી મોહને આધીન થયેલો તારો આત્મા જ તારો શત્રુ છે તેને શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયોગમાં તદાકાર પરિણમી રહે. મોહનું નજીકનું પ્રથમ સ્થાન તારું શરીર છે. તેનો વિચાર કર . જેને સખી કરવા માટે રાત્રી-દિવસ ન કરવાના કાર્ય કરે છે, અનેક જીવોનો
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org