________________
સંહાર કરે છે, અનેક જીવોનો કષ્ટો આપે છે, રાગદ્વેષ કરે છે તે શરીરની ઉત્પત્તિનો વિચાર કર. દુર્ગધી અને મળના ભાજનરૂપ વીર્ય અને રજમાંથી અમુક વિધિ વડે બનેલું અને પોતાની ઈચ્છાનુસાર મનુષ્યોએ નામ આપેલું તે આ શરીર તારું કેવી રીતે થઈ શકે ? તેનું કોઈ વર્ણન સ્તુતિ-કરે કે કોઈ નિંદા કરે તેનાથી તને શો લાભ? અને કઈ જાતની હાનિ? આત્મદેવ ! તમે તો શુદ્ધ ચિદ્રપ છો એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદાએ શરીરની જ છે, તમારી નથી.
અહો ! મોહને લઈ આત્મભાન ભૂલેલા જીવો, કોઈ કીતિને માટે વલખાં મારે છે, કોઈ બીજાને ખુશી કરવા પ્રયત્ન કરી રહ્યા છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેના જ રાજીયા ગાયા કરે છે, કોઈ ઈન્દ્રિયોના વિષયો મેળવવા તલપી રહ્યા છે, કોઈ આ શરીરને લાંબો વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધીઓ અને માત્રાઓનું સેવન કરી રહ્યા છે, કોઈ વંશ વધારવા માટે અનેક બાવા-જોગી પારે ભટકી રહ્યા છે, કોઈ ધન સંચય કરવા માટે દેશ-પરદેશ ખેડી રવા છે, કોઈ ધનના રક્ષણ માટે હથિયારથી સજ્જ કરેલા પહેરેગીરોને ઘરની ચારેબાજુ ગોઠવી રહ્યા છે, કોઈ પંડિતતા મેળવવા અનેક પુસ્તકો અને ભાષાઓ શીખી રહ્યા છે, કોઈ પોતાના વાડાના રક્ષણ માટે અનેક વિધિ નિષેધની મોટી મોટી દીવાલો ચણી રહ્યા છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યોને ભરમાવીને વિવિધ લાલચો બતાવીને તેમાં પૂરી રહ્યા છે. આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના જીવો જોડાઈ ગયા છે. આમાં સુખી થવું શાંતિ મેળવવી, મોટા થવું એ તેમનો ઉદ્દેશ હોય છે. આ ઉદ્દેશ તેમનો પાર પડતો નથી કેમકે આ ભૂલભુલામણીવાળી મોહરાજાની બિછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મોહક ચેષ્ટઓથી ભાન ભૂલી જીવ સપડાય છે અને છે "વટે સુખને બદલે દુઃખ પામી પોતાનો પ્રાણ ખોવે છે. ખરા બુદ્ધિમાનો તો એક જ્ઞાનસ્વરૂપ આત્માને જ સુખ અને શાંતિનું સ્થાન માનીને મોહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્યપ્રકૃતિથી પ્રાપ્ત થયેલા દેવોના અને મનુષ્યોના સખ તે સૂકા ઘાસ જેવા છે. તેને જો કેળવી જાણે તો ગાય અગર ભેંસોની માફક
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org