Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

Previous | Next

Page 48
________________ સૂકા ઘાસમાંથી દૂધ અને દૂધમાંથી ઘી બનાવી શકાય છે. જે ન કેળવી જાણ તો એટલે તેનો દુરુપયોગ કરે તો ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુઃખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઈને આત્મમાર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મોહમાં આસક્ત બની શક્તિનો દુરુપયોગ કરી અનેક જીવોને દુખ આપી વિષયોમાં આસક્ત થઈને પાછળ પણ હઠી જવાય છે. આશ્વર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા જીવો આ મોહના ઘર તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, સંતતિ, અને જમીનમાં સુખ માની બેઠા છે ! ! આ જીવ પરમાર્થથી બંધાયેલો નથી છતાં મોહના પાશથી ભીરુ બની. પોપટની માફક કે વાનરાની માફક પોતાના અજ્ઞાનથી પોતાને બંધાયેલો માની તેમાં જ વધુ ને વધુ હેરાન થાય છે. પવનચક્કીના એક ભાગ ઉપર બેઠેલો પોપટ આનંદ કરતો હતો, તેવામાં પવચક્કી ફરવા લાગી. પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળિયાને તેણે મજબૂતાઈથી પકડયો. તેથી તે પવનચક્કીની સાથે સાથે ઊંચે નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબૂત પકડે છે તેમ તે પોતાને મજબૂત રીતે તેની સાથે ચોંટાડી રાખે છે. જો તેને મૂકી દે તો તરત જ તેનાથી છૂટો થઈ શકે તેમ છે પણ પોતાની ભૂલથી અને તેને છોડી દઈશ તો હું પડી જઈશ આવા ખોટા ભ્રમથી હેરાન થાય છે. તેમ આ જીવ પણ આ મોહને તથા મોહનાં સાધનોને જેમ જેમ વળગતો જાય છે તેમ તેમ તે વધારે ને વધારે બંધાતો જાય છે. પોપટની માફક ખરી મુકિતનો ઉપાય તો એ જ છે કે તેણે તે સર્વને છોડી દેવું. તે સિવાય આ જીવને છૂટવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. સાંકડા મોઢાવાળા વાસણમાં વાનરાએ હાથ નાખી તેમાની વસ્તુની મૂઠી ભરી. મોઢું સાંકડું એટલે ભરેલી મૂઠી નીકળી ન શકી. અજ્ઞાનતા અને મોહને લઈ વાનરાએ જાણ્યું કે અંદરથી મને કોઈએ પકડયો છે, તેથી ચિચિયારી કરી મૂકી, પણ મૂઠી છોડી ન દેવાથી ત્યાંથી તે ખસી શક્યો નહિ અને તેના માલિકના ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103