________________
આભૂષણો અને તીર્થંકરપણું પણ મને અનિત્ય લાગે છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપમાં લીન થવું તે જ પરમ, અચળ અને શાંતિરૂપ લાગે છે.
પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણનારે વસ્તુઓ મળે કે ન પણ મળે છતાં તેને માટે તેણે જરા પણ રાગદ્વેષ કરવો ન જોઈએ. અને તે સ્વરૂપમાં જ નિરંતર એકતાર થવામાં આનંદ માનવો જોઈએ.
હું જ્ઞાનસ્વરૂપ છું માટે તે જ વસ્તુ મારી છે તેને જ હું જોઉં છું. તેથી હું સુખી છું. તેનાથી જ બધા કર્મ-શત્રુઓથી હું મુક્ત થઈશ.
નિત્ય આનંદમય પોતાના શુદ્ધ ચિદ્રપમાં જ્યારે સ્થિરતા કરવામાં આવે છે ત્યારે પરમાર્થથી પોતામાં સ્થિરતા થઈ કહેવાય છે. પૃથ્વી ઉપર મેરૂ પર્વત નિશ્ચળ રહે છે તેમ આ મારું શરીર ન છૂટે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞાનમય આત્મામાં મારા પરિણામ નિર્ચાળ બન્યાં રહે પાંચમી ગતિમાં સિદ્ધ પરમાત્માઓ જેમ સ્થિર રહેલા છે તેમ મારી શુદ્ધઆત્મ પરિણતિની અચળ સ્થિરતા થાઓ.
હે ઉત્તમ મુનિઓ ! શુદ્ધ ચિદ્રપના ઉત્તમ ધ્યાનમાં મનને નિશ્ચલ કરો, તેનો દ્દઢ અભ્યાસ વધારો. અનાદિ કાળથી આ વિશ્વમાં ભવ-ભ્રમણ કરતા આવો છો, પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચળ નથી કર્યું તેને લઈને જ તમે મહાન દુખનો અનુભવ કર્યો છે. આ જન્મને તમે હવે નિરર્થક ગુમાવશો નહિ.
જે મહાન પુરુષો ભૂતકાળમાં મોક્ષે ગયા છે. વર્તમાનકાળમાં મોક્ષે જાય છે, અને ભવિષ્યકાળમાં મોક્ષે જશે તે સર્વે પોતાના ચિદ્રપમાં મનને નિશ્ચળ કરીનેજ ગયા છે તેમાં જરા પણ સંશય નથી
નિશ્ચળ થઈને જ્યારે આ જીવ હું શુદ્ધ ચિદ્ર સ્વરૂપ છું એવું સ્મરણ કરે
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org