Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

View full book text
Previous | Next

Page 36
________________ જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર નથી. જો વ્યવહારને આપણે સુતરરૂપ માનીએ તો નિશ્ચય તેના બનેલાં કપડાંરૂપે છે. મતલબ કે વ્યવહાર કારણ છે, નિશ્ચય કાર્ય છે. એકલો વ્યવહાર કાર્યનો સાધક નથી તેમ એકલો નિશ્ચય પણ કાર્યનો સાધક નથી. કેટલા એક જીવો કેવળ વ્યવહારમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે અને નિશ્ચય શું છે તે સમજતા પણ નથી, અને તેના તરફ લક્ષ વિનાના બાણની માફક કાર્યનો સાધક નહિ બને. તેમ કેટલાએક કેવળ નિશ્ચયને જ પકડી વ્યવહારનો તિરસ્કાર કરે છે. તેમના હાથમાં નિશ્ચય આવવાનો નથી. હા નિશ્ચયનું જ્ઞાન તેમની સમજમાં આવશે, પણ તે પ્રમાણે વ્યવહારુ વર્તન ન હોવાથી પાણીમાં પેસી હાથ-પગ ન ચલાવનાર માણસ જેમ તરવાની કળાનું જ્ઞાન ધરાવતા છતાં પાણીમાં ડૂબે છે, તેમ તત્ત્વનું જ્ઞાન ધરાવનાર તે તરફ પ્રવૃત્તિ ન કરે તો ખરા નિશ્ચયનો અનુભવ તેને થવાનો જ નહિ. જે ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય નથી તેવા ચોથા ગુણસ્થાનથી લઈને આગળનાં તમામ ગુણસ્થાને એકએકથી ચડીયાતો આત્મબાધવા આત્મજાગૃતિ હોય છે, અને કર્મોનું ઓછાપણું એટલે આત્માની વિશુદ્ધતા પણ વૃદ્ધિ પામતી હોય છે. જે મનુષ્ય મોક્ષનો અર્થિ છે તેનો માર્ગ તાત્ત્વિક છે. અને જે સ્વર્ગનો ઈચ્છુક છે તેનો માર્ગ વ્યવહારિક છે. શુદ્ધ આત્મા તરફ દૃષ્ટિનિશાન બાંધી તેના તરફ પ્રવૃત્તિ કરનારનો માર્ગ તે માક્ષનો માર્ગ છે. ખરું તત્ત્વ તે જ હોવાથી તે માર્ગને તાત્ત્વિક માર્ગ કહેવામાં આવે છે. ત્યારે આત્મભાન ભૂલેલા અને આ વિશ્વની માયાજાળમાં જ સુખ માનનારા તે સુખની ઉચ્છાથી ધાર્મિક ક્રિયાઓ દેવલોકનું નિશાન બાંધીને કરે છે તો તે સ્થિતિ તેને પ્રાપ્ત તો થાય છે પણ આ માર્ગ તે વ્યવહારુ એટલે દુનિયાનો માર્ગ છે, સંસારના ચક્રમાં પરિભ્રમણ કરવાનો માર્ગ છે, એટલે ખરી રીતે તે માર્ગ જ નથી. જેમ ત્યાગીઆનો અને ગૃહસ્થીઓનો માર્ગ જુદો છે, તેમ પરમાર્થનો અને દુનિયાનો માર્ગ જુદો જુદો જ છે. ક્રિયા ભલે બને એક જ જાતિની કરે છતાં દૃષ્ટિનો ભેદ હોવાથી નિશાન જદું હોવાથી જેમ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103