________________
મહેલ ઉપર ચડતાં જેમ નિસરણી-દાદરનું અને દોરડું પકડવાનું આલંબન લેવામાં આવે છે તે વ્યવહારરૂપ છે. અને ઉપર ચડી ગયા પછી આ બને આલંબનો મૂકી દઈ ઉપર જે કાર્ય કરવાનું હોય તે રૂપ નિશ્ચયનું આલંબન લેવામાં આવે છે. પાછું જ્યારે ઊતરવાનું હોય છે ત્યારે વ્યવહારરૂપ દાદરાનું અને દોરડાનું આલંબન લેવું પડે છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જવા માટે કોઈ ઉત્તમ વિચાર, સદ્ગુણ, જાપ કે આકૃતિ આદિનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મન જ્યારે આત્મામાં લય પામી જાય છે એટલે આત્માનો ઉપયોગ બીજાં આલંબનો મૂકી આત્માકારે થઈ રહે છે તે નિશ્ચય છે. આ કાર્ય છે. આ વખતે આલંબનની જરૂર પડતી નથી, છતાં કોઈ કદાગ્રહી આલંબન પકડવા જાય તો આ ભૂમિકામાંથી નીચો પડે છે. આવી નિર્વિકલ્પ સ્થિતિમાંથી પાછો સવિકલ્પ સ્થિતિમાં આવે એટલે તેણે પાછું કોઈ આલંબન પકડી લેવું. આવી રીતે નિશ્ચય અને વ્યવહાર અને ઉપયોગી થાય છે.
જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયનો આશ્રય લઈને પામ્યા છે. આ ઠેકાણે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જેને પોતે વ્યવહાર માને છે તે વ્યવહાર શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવામાં મદદગાર થાય છે કે નહિ? જો આત્મસ્વરૂપ પ્રકટ કરવામાં મદદગાર કારણરૂપ હોય તો તે સાચો વ્યવહાર છે, તેમ ન હોય તો તે અશુદ્ધ વ્યવહાર હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય તેમ શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ ન હોય. જેના વડે જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતની અને તેમના આચરણની પ્રતીતિ થાય તેવા નિશ્ચય વ્યવહારનું વિધિપૂર્વક સેવન કરવુ કોઈ વખતે નિશ્ચયનું આલંબન લેવું. તેમાં સ્થિરતા ન કરી શકાય તો તે વખતે વ્યવહારનું આલંબન લેવું. આ પ્રમાણે વિધિ પૂર્વક પ્રભુની વાણીથી વિભૂષિત થઈ જીવન વ્યતિત કરવું.
જેટલાં વિધિ નિયોજિત કાર્યો છે તે સધળાં વ્યવહાર દષ્ટિએ છે. નિશ્ચયને
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org