________________
પ્રકરણ આઠમું (૮) જડચેતનનો વિવેક !
मेदोविधिीयते येन, चेतनाद्देहकर्मणो : ।
तज्जात विक्रियादीनां, भेदज्ञानंतदुच्यते ॥ १ ॥ “ચેતનાથી (આત્માથી) દેહ તથા કર્મનો અને તેનાથી ઉત્પન્ન થયેલી. વિક્રિયાદિનો - ઉપાધિનો જે જ્ઞાનવડે ભેદ કરાય છે તેને ભેદજ્ઞાન કહે છે.” કતકફળ જેમ પાણીથી મેલને જુદો પાડે છે અને હંસ જેમ પાણીથી દૂધને જુદું કરે છે તેમ જેઓ આત્માને દેહ તથા કર્મોથી જુદો અનુભવે છે તેઓને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
ગમે તેવું પાણી મેલું હોય પણ તેમાં કતક નામના ફળનું ચૂર્ણ કરીને નાખવામાં આવતાં મેલ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ થઈને ઉપર રહે છે. આ દ્રષ્ટાંતે પાણીમાં મેલની માફક આત્મામાં કર્મો એકરસ થઈ રહેલાં છે. તેને કર્મ તથા આત્માના જુદાંજુદાં લક્ષણો દ્વારા જુદાં જુદાં નિર્ણિત કરવામાં આવતાં આત્માને દેહ માનવાની ભૂલ દૂર કરાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાનની મદદથી, કમ આત્માથી જુદાં થઈ વિખરાય જાય છે, અથવા ખરી પડે છે. અને આત્મા નિર્મળ રહે છે. મનુષ્યો જેમ પથ્થરમાંથી સોનાને જુદું કરે છે, શરીરથી વસ્ત્રને જુદું અનુભવે છે, તપાવેલાં લોઢાથી અગ્નિને જુદી કરે છે, શેરડીમાંથી રસને જુદો કરે છે, કાદવથી જળને જુદું જોવે છે, મોરપીંછમાંથી ત્રાંબુ જુદું પાડે છે, તલમાંથી તેલને અલગ કરે છે, અને દૂધમાંથી અમુક ઉપાયો વડે ઘીને જુદું પાડે છે, તેમ જ્ઞાનીઓ ભેદજ્ઞાન મદદથી દેહ તથા કર્મોને અને તેમાંથી ઉત્પન્ન થયેલી રાગદ્વેષાદિ અનેક પ્રકારની ઉપાધિઓને જુદી જાણે છે, કરે છે, અને અનુભવે છે.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org