Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

View full book text
Previous | Next

Page 43
________________ ઉત્પન્ન થયેલાં કમ તેમને દુઃખના અને પુનર્જનમના ખાડામાં ઘસડી જાય છે. હે મનુષ્યો ! જડચૈતન્યના ભેદવાળા દુર્લભ જ્ઞાનને પામીને ખુશી થાઓ. આ ભેદજ્ઞાનની મદદથી નવીન કમ આવવાનો માર્ગ અટકાવો અને આત્મજાગૃતિના બળે પૂર્વનાં કમને તોડીને તમારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરો. આ દુઃખે ભેદી શકાય તેવા કર્મરૂપ પર્વતોને ભેદ જ્ઞાનરૂપ વજના બળ વડે ધણા થોડા વખતમાં ભેદી નાખો. અહો ! આ વિશ્વમાં આત્મજ્ઞાનની રુચિ ઉત્પન્ન કરાવનારા મનુષ્યો મળવા દુર્લભ છે, તેમ જ આત્મજ્ઞાનવાળા જીવોનો સમાગમ થવો તે પણ મુશ્કેલ છે. આત્માનો ઉપદેશ કરનારા ગરની પ્રાપ્તિ થવી તે વિશેષ દુર્લભ છે. તપ કરનારા તપસ્વીઓ મળી આવવા સુલભ છે, શાસ્ત્રો ભણેલા પંડિતો પણ મળી આવવા સુલભ છે, પણ તેઓની અંદર ભેદ જ્ઞાનની પ્રાપ્તિ કરનારા જીવો ઘણા થોડાજ હોય છે. અગ્ની જેમ ઘાસના ઢગલાને ક્ષણવારમાં બાળીને રાખ કરી દે છે તેમ ભેદજ્ઞાની ચિદ્રપની પ્રાપ્તિમાં વિધરૂપ કર્મના ઢગલાને ઘણા થોડા વખતમાં બાળીને ક્ષય કરે છે. ઓ શાસ્ત્રવિશારદ બુદ્ધિમાનો! તમે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ માટે અખંડ ધારાએ ભેદજ્ઞાનની ભાવના કરો. પોતાના આત્માનો બાધ ભેદજ્ઞાનથી પ્રગટ થાય છે, માટે મુમુક્ષુ જીવોએ ભેદજ્ઞાનની વારંવાર ભાવના કરવી. આ જીવે વસ્તુની પરીક્ષા, શિલ્પાદિ સર્વ કળાઓ, અનેક શક્તિઓ અને વિભૂતિઓ પ્રાપ્ત કરી છે પણ ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. ભેદજ્ઞાનના પ્રકરણમાં શુદ્ધ ચિદ્રપનું દર્શન થાય છે. મોહરૂપ અધકાર નાશ પામે છે, ભેદજ્ઞાન રૂપ નેત્રો વડે યોગીઓ ચિદ્રપનો અનુભવ કરે છે. ગરૂડના આવવાથી સપો જેમ ચંદનના વૃક્ષને મૂકીને ચાલ્યા જાય છે તેમ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103