________________
66
પ્રકરણ પાંચમું (૫) જીવનો પશ્ચાત્તાપ.
ज्ञातदृष्टं मयासर्वं, सचेतन मचेतनम् स्वकीयं शुद्धसद्रपं, न कदाचिच्च केवलम् ||१ |
સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા પણ કેવળ મારું
""
પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ પણ વખત મેં જાણ્યું કે જોયું નથી. કે
ઉત્તમોત્તમ રત્ન, હીરા, માણેક, મોતી, પ્રવાળાં, સોનું, રૂપું, ઔષધીઓ, ૨સોરસાયણો, વસ્ત્રો, પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડાઓ, સુંદર પક્ષીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ ઈત્યાદિ સજીવ અને નિર્જીવ પદાર્થોનાં નામ, ઉત્પત્તિના સ્થાન વગરે નિર્મળ બુદ્ધિ અને અનુકૂળ સંયોગોને લઈને ઘણે ભાગે મેં જાણ્યા છે અને જોયા છે પણ ખેદની વાત એ છે કે મેં મારું પોતાનું શુદ્ધ ચિદ્રપ કોઈ વખત જાણ્યું કે જોયું નથી. મેં પહેલાં કોઈ વખત જેની ચિંતા કે વિચાર ર્યો નથી તે વસ્તુ મને કોઈ પણ વખત મળી નથી.
મોહના ઉદયને લઈને મારા શુદ્ધ આત્માનું ચિંતન મેં કોઈ વખત કર્યું હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી.
અહો ! મે અનેક વાર જીવન ધારણ કર્યાં છે પણ કોઈ જીવનમાં હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એવું શુદ્ધ આત્માનું ચિંતન મેં કર્યું નથી. અહો ! દુર્લભ કલ્પવૃક્ષો, નિધાનો, ચિંતામણી રત્નો, અને કામધેનું ઈત્યાદિ પદાર્થો અનેક વાર મેળવ્યા પણ શુદ્ધ આત્માની સંપત્તિ કોઈ વખત મેળવી નહિં. આ જ સુધીમાં અનંત પુદ્દગલ પરાવર્તન જેવા ગહન કાળનો અનુભવ મેં લીધો, પણ તેવા કોઈ પુદ્દગલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ મને ન મળ્યો.
Jain Education International
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org