Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 26
________________ ભોગભૂમિ, સ્વર્ગનું સ્થાન વિદ્યાધરની અવની અને નાગલોકની પૃથ્વી મેળવવામાં થોડુંઘણું પણ કષ્ટ રહેલું છે પણ શુદ્ધ ચિદ્રપ આત્માની ભૂમિકાની પ્રાપ્તિ તો તેનાથી પણ વધારે સુગમ છે. નિશાન બરોબર રાખી યોગ્ય પ્રયત્ન કરવાથી સુખની પ્રાપ્તિ, જ્ઞાનનો ઉદય, કમનો મોક્ષ, મીઠી શાંતિ અને ખરી નિર્ભયતા તમને અહીં જ પ્રાપ્ત થશે, માટે જ આત્મપ્રાપ્તિ સુગમ છે. આત્માની નિર્મળતાના કારણરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની નિરંતર ઈચ્છા કરવી. આત્મપ્રાપ્તિ થયા પછી તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિશેષ અગત્યતા રહેતી નથી. પરમાત્મા, પરબ્રહ્મ, ચિદાત્મા, શિવ ઈત્યાદિ એક જ વસ્તુનાં નામ છે. ગમે તે નામે તેનું સ્મરણ કરો. અમૃતના સમદ્રનું મંથન કરીને તેમાંથી સારભૂત પરમાત્માના નામરૂપ રત્નને મેં ગ્રહણ કર્યું છે, કેમકે સર્વ વસ્તુઓમાં તે જ ઉત્તમ વિશ્વમાં કેવળ શુદ્ધ ચિદ્રપ મારા આત્મા સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, એટલે તેના વિના બીજી ચિંતા કરવી તે મારા માટે ફોગટ છે. મારે પોતે તેમાં જ લય પામવાની જરૂર છે. હું અનુભવથી જાણું છું કે આ મારો આત્મા મહાન બળવાન છે, કેમકે લોકાલોકરૂપ વિશ્વને તે પોતાની અંદર લીન કરી દે છે. જ્ઞાનબળથી લોકાલોકને તે જોઈ શકે છે. છતાં આડું કાંઈક છે કે તે તેને બરોબર જાણવા દેતું નથી, પ્રથમ સ્મરણમાં આવતું નથી, પાછળથી કાંઈક આત્માનું સ્મરણ થાય છે, એ જ જણાવી આપે છે કે ચિદાત્માની આડે કર્મનો પડદો છે. પ્રથમ મનમાં કાંઈક ફુરણ થાય છે, પછી જાગૃતિ થતાં મનમાં ફુરણ થતું નથી. એથી સમજાય છે કે આ કર્મનો ઉદય છે અને આ આત્માની શાંતિ છે, અથવા ઉપશમભાવ છે. આ ઉપશમભાવને વધારવાની પ્રથમ જરૂર છે, તેના બળથી શાકભાવ પણ પ્રકટ કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103