________________
ને વધારે ગૂંચવાતું જાય છે આખરે શક્તિ ગુમાવી, ભાન ભૂલી આ માયાના ચકરાવામાં-વમળમાં ગોથા ખાધા કરે છે. પણ જો આત્મા પોતાના સ્વરૂપમાં પાછો આવે તો જેમ હજારો વરસનું સ્વપ્ન આંખો ઉધાડતાં નાશ પામે છે તેમ અનંતકાળનું અજ્ઞાન કે લાંબા કાળની ભૂલો તરત જ સુધરી જાય છે અને આત્મા પોતાના સ્વરૂપ માં આનંદ કરે છે. સ્વરૂપમાં પાછું આવવું એટલે હું અનંત શક્તિવાન જ્ઞાન દુષ્ટારૂપ શુદ્ધ આત્મા છું આ ભાન થવું. આમાં કાંઈ વધારે મહેનત નથી. ફક્ત દિશા બદલાવી નાખવી. પશ્ચિમ ભણી પગ ચાલે છે તેને બદલે પૂર્વ સન્મુખ મુખ રાખવું એટલે પગ પણ પૂર્વ સન્મુખ ચાલવા માંડશે. માયા તરફની પ્રવૃત્તિને મૂકીને આત્મા તરફ પ્રવૃત્તિ કરવી એ દિશા બદલાવવા બરોબર છે. આટલું કરવામાં આવે તો આત્મપ્રાપ્તિ સુગમ છે. તેટલું કરવામાં ન આવે તો અનંતકાળે પણ આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે. આત્મપ્રાપ્તિ થવી એટલે આત્મા ક્યાંથી મળી આવે છે એમ નહિ, પોતે જ આત્મા છે, તેનું તેને ભાન થવુંતે આત્મપ્રાપ્તિ થવા બરોબર છે. આ ભાન થયા પછી તેને ઉદ્દેશીને
જ બધી પ્રવૃત્તિ કરતો હોવાથી તેની પ્રવૃત્તિઆત્મપ્રેમના પ્રમાણમાં થોડા કે ઝાઝા • વખતમાં પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા વિના રહેશે નહિ.
હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, હું આત્મા છું આ વાતનું સ્મરણ કરવું. આ ભાન ટકાવી રાખવું તે આત્મસૂર્યવાળી પૂર્વ દિશામાં પ્રયાણ કરવા બરોબર છે. આ સ્મરણ કરવામાં કલેશ થતો નથી, ધનનો વ્યય કરવો પડતો નથી, દેશાંતરમાં જવું પડતું નથી કોઈની પ્રાર્થના કરવી પડતી નથી, બળનો ક્ષય થતો નથી, પરનો ભય નથી, પીડા ઉત્પન થતી નથી, પાપની પ્રવૃત્તિ કરવી પડતી નથી, રોગનું કારણ નથી, જન્મ-મરણનો હેતુ નથી, કોઈની સેવા કરવી પડતી નથી, અને ફળ ધણું પ્રાપ્ત થાય છે છતાં ઓ વિદ્વાનો ! ઓ શાણાઓ ! આ તરફ તમારું લક્ષ કેમ ખેંચાતું નથી? અનાદિકાળના આ માયાના પાશથી છૂટા થાઓ. તમારી અજ્ઞાનમાં મીંચાએલી આંખોને ખોલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org