Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

Previous | Next

Page 19
________________ સ્મરણથી તત્કાળ કર્મોનો ક્ષય થાય છે. “હું શુદ્ધ ચિદ્રપ છું ' હું શુદ્ધાત્મા છું. શુદ્ધવિનોદ' આ શબ્દના જેવું ઉત્તમ સ્મરણ વિશ્વમાં બીજું કોઈ નથી. એના અર્થનો ભાસ મનમાં થાય તેવી રીતે આ શબ્દનો જાપ કરવો. મનને તેમાં એકતાર કરવું તે જ શુદ્ધ આત્માનું સ્મરણ છે. ભગવાનના કથન કરેલા દશાંગ રૂપ બાહ્યશ્રુતમાં આ ચિદ્રપજ ગ્રહણ કરવા યોગ્ય જ છે. જો યોગીઓ શુદ્ધ આનંદમંદિરમાં ગયા છે, જાય છે અને જશે તે સર્વ આ શુદ્ધ ચિદ્રપનું આરાધન કરીને જ તે સ્થિતિ પામ્યા છે. વિશ્વમાં એવો કોઈ પણ બલવાન દોષ નથી કે જે આ શુદ્ધ આત્માનું સ્મરણ કરનારમાં ટકી શકે અને એવો કોઈ પણ ગુણ નથી કે શુદ્ધાત્માનું સ્મરણ કરનારમાં તે પ્રગટ ન થાય અથતિ શુદ્ધાત્માના સ્મરણથી સર્વ દોષો નાશ પામે છે અને સર્વ ગુણો પ્રકટ થાય છે. જે નિરંતર શુદ્ધાત્માનું સ્મરણ કરે છે તેણે પગથી ચાલીને બધી તીર્થભૂમિઓ સ્પર્શ કરી લીધી એમ સમજવું. અરે ! આ શુદ્ધાત્માનું સ્મરણ કરનારને દેવો પણ નમન કરે છે અને તેની સેવા પણ કરે છે. લોઢાથી લોઢાનું પાત્ર બને છે અને સોનાથી સોનાનું પાત્ર બને છે એમ શુદ્ધ આત્માના સ્મરણથી આત્મા પરમાત્મા રૂપ થાય છે ત્યારે જડ માયાનું સ્મરણ કરવાથી આત્મા અજ્ઞાન રૂપે પરિણમે છે અને વારંવાર દેહ ધારણ કરે છે. શુદ્ધ આત્મામાં મગ્ન થયેલામાં બીજા પુસ્તકોનું જ્ઞાન ન હોય છતાં તે જ્ઞાની. છે, કેમકે છેવટે આત્મજ્ઞાન જ આત્મકલ્યાણ કરનાર છે. . હે આત્મદેવ ! હવે તમે જાગો, ઊઠો, અને આ સાત ધાતુમય મળમૂત્રના ભાજનરૂપ જે શરીર છે તેને શુદ્ધ આત્માનું સ્મરણ કરવા વડે ગતને પૂજનિક બનાવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103