________________
પ્રકરણ ત્રીજું (૩)
આત્મપ્રાપ્તિના સાધનો. चिद्रपः केवलः शुद्ध आनंदात्मेत्यहंस्मर મુત્યે સર્વજ્ઞોપદેશ : ઓકાન નિતિ : || 9 ||
“મોક્ષ માટે સર્વજ્ઞનો ઉપદેશ અશ્લોકમાં કહેલો છે કે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનું સ્મરણ કરો.”
કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેમાં એક સાધન મુખ્ય હોય છે કે જેના વિના ચાલી શકે જ નહિ. ત્યારે બીજાં અનેક સાધનો ગૌણ તરીકે મદદગાર હોય છે. એટલે મૂળ ઉપાદાન કારણ એક હોય છે અને નિમિત્ત કારણો અનેક હોય છે. તે બન્નેની મદદથી કાર્ય સિદ્ધ થાય છે. અહી આત્મા એ જ પરમાત્મા થાય છે એટલે આત્માનું સ્મરણ કરવું, દરેક ક્ષણે આત્માકારે પરિણમવું એ ઉપાદાન કારણ હોઈ તે મુખ્ય છે. અને હૃદયની વિશુદ્ધિ કરવા માટે અનેક નિમિત્ત કારણોની જરૂરિયાત રહે છે.
ઉપર આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા હું છું એનું સ્મરણ કરવાનું બતાવી હૃદય વિશુદ્ધિમાં ઉપયોગી બીજાં સાધનો બતાવે છે કે, તમે જિનેશ્વર ભગવાન કે જે શુદ્ધ આત્માનો આદર્શ છે તેના જેવું તમારે થવાનું છે તેનું સ્નાન કરો તેમની પૂજા કરો , તેમના ગુણોની સ્તુતિ કરો, તેમના નામનો જાપ કરો, તેમનું મંદિર બંધાવો, સાધુ સંતો ને દાન આપો, આત્મજાગૃતિ થાય તેવું જ્ઞાન ભણો ઈન્દ્રિયોનો જય કરો. ગૃહસ્થનાં વ્રતો અથવા ત્યાગ માર્ગનાં વ્રતો ગ્રહણ કરો, બ્રહ્મચર્ય પાળો. તીર્થભૂમિમાં પ્રવાસ કરોસંયમપાલન કરો, ધ્યાન કરો, ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ પાળો. આ સર્વ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં મદદગાર ઉપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org